Ahmedabad : ધંધુકાના હડાળા પાસેથી બે અજાણ્યા યુવકોની કોહવાઇ ગયેલી લાશો મળી આવતાં ખળભળાટ
હડાળા ગામના વાડી વિસ્તારમાંથી 2 પુરુષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે. લાશ પાસેથી મોટર સાયકલ પણ મળી આવ્યું છે. ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસ (Dhandhuka Police) ઘટના સ્થળે દોડી આવી હતી. ધંધુકા પોલીસ દ્વારા બન્ને લાશો અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બન્ને પુરુષની લાશ અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.
અમદાવાદઃ ધંધુકા (Dhandhuka) તાલુકાના હડાળા(Hadala village) ગામ પાસેથી અજાણ્યા બે વ્યક્તિઓની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ (unknown dead body)મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. બે લાશો પડી હોવાની જાણ થતાં આસપાસથી લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હડાળા ગામના વાડી વિસ્તારમાંથી 2 પુરુષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે.
લાશ પાસેથી મોટર સાયકલ પણ મળી આવ્યું છે. ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસ (Dhandhuka Police) ઘટના સ્થળે દોડી આવી હતી. ધંધુકા પોલીસ દ્વારા બન્ને લાશો અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બન્ને પુરુષની લાશ અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. ખુલ્લા ખેતરમાંથી પસાર થઈ રહેલ હેવી વિજલાઈન નીચેથી લાશો મળી આવી છે.
Vadodara : ધૂળેટીના દિવસે જ એકના એક દીકરાના મોતથી પરિવારમાં માતમ, નદીમાં કૂદીને કરી લીધો આપઘાત
વડોદરાઃ વિશ્વામિત્રી નદી(Vishwamitri River)માં કૂદીને 25 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાવપુરા પોલીસ(Ravpura Police) ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ફાયર બ્રિગેડ(fire Brigade)ની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ શરૂ હતી. તેમજ 5 કલાકની જહેમત બાદ નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પૂજન ભટ્ટ (ઉં.વ. 25) ખાનગી કંપનીમાં (કાનન ઇન્ટરનેશનલ)માં એચ.આર. તરીકે કરતો હતો.
મળતી વિગતો પ્રમાણે, વડોદરાના કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બ્રિજ પરથી પૂજને પડતું મૂક્યું હતું. ફાયર બ્રગેડની 5 કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. વિશ્વામિત્રી નદીમાં મગરો હોવાથી પરિવારજનો ચિંતામાં મૂકાઇ ગયા હતા અને રેસ્ક્યૂ કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. ધૂળેટીના દિવસે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.
ફતેગંજ વિસ્તારમાં દિપકનગરમાં પૂજન ભટ્ટ રહેતો હતો અને કાનન ઇન્ટરનેશનલમાં એચ.આર. ડિપાર્ટમેંટમાં નોકરી કરતો હતો. રાત્રે 3 વાગ્યે યુવાન ઘરેથી નીકળી ગયો હતો અને વહેલી સવારે પૂજન ભટ્ટ નામનો યુવાન કાલાઘોડા પાસે એક્ટિવા લઈને આવી પહોચ્યો હતો. તેણે કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે એક્ટિવા મૂકીને બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી.
યુવાને પડતુ મૂક્યુ હોવાની જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે સાથે પસાર થતા લોકોના ટોળેટોળા કિનારા ઉપર ઉમટી પડ્યા હતા. પૂજન ભટ્ટે કયા કારણોસર વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પણ યુવાન ઘણા સમયથી બીમાર હોવાનું જાણવા મળ્યું છે. નદીમાં પડતું મૂક્યું હોવાની જાણ પરિવાર મિત્રો અને શુભેચ્છકો વિશ્વામિત્રી નદી ખાતે દોડી આવ્યા હતા. ધૂળેટીના દિવસે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પૂજન ભટ્ટ પરિવારનો એકનો એક દીકરો હતો. તે રવિવારે રાત્રે મિત્રના બર્થ ડેમાં ગયો હતો. જોકે રાત્રે 3 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ તેને વિશ્વામિત્રી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.