શોધખોળ કરો

Ahmedabad Corona Cases: અમદાવાદમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ, 5 તો આવ્યા છે વિદેશ પ્રવાસેથી

Ahmedabad Corona Cases: હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તમામના જીનોમ સિક્વસન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જેનો 28 તારીખ સુધી રિપોર્ટ આવે તેવી શક્યતા છે.

Ahmedabad Corona Cases: દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડવાઈઝરી બહાર પાડી છે. તેવામાં હવે ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના હાલ 7 પોઝિટિવ કેસ છે. 15 વર્ષ થી 60 વર્ષના દર્દીઓ હાલ કોવિડ પોઝિટિવ છે. 7 માંથી 5 વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા દર્દીઓ છે. 3 પુરુષ, 4 મહિલા કોવિડ પોઝિટિવ છે. નોંધનીય છે કે તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદ રહેવાસી  છે. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તમામના જીનોમ સિક્વસન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જેનો 28 તારીખ સુધી રિપોર્ટ આવે તેવી શક્યતા છે. જોધપુર, પાલડી, અને ઘાટલોડિયા વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.

ગાંધીનગરમાં પણ આજે મળ્યો વધુ એક કોરોના કેસ

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી દેખા દિધી છે જેના પગલે સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. પાટનગર ગાંધીનગરમાં આજે વધુ એક કોરોના કેસ મળ્યો છે. સેકટર-3માં રહેતા 57 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે ગાંધીનગરના સેક્ટર-6માં રહેતી 57 અને 59 વર્ષીય બે મહિલા દક્ષિણ ભારતના પ્રવાસમાં જઇને આવ્યા બાદ કોરોના સંક્રમિત થઇ હતી. જે બાદ આરોગ્ય તંત્ર આ બંન્ને કેસને લઇને દોડતું થયું હતું. બન્ને પોઝિટિવ બહેનોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી છે ત્યારે પ્રવાસમાં ગયેલી અન્ય પ્રવાસીઓને સ્ટ્રેસ કરવાનું કામ પણ ગાંધીનગર કોર્પોરેશનની સાથે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1ને કેરળમાં સમર્થન મળ્યા બાદ સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે.

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે, જે 21 મે પછી જોવા મળેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં  એક્ટિલ  કેસની સંખ્યા વધીને 2,311 થઈ ગઈ છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 321 થઈ ગયો છે. આ સિવાય દેશમાં કોવિડ-19 કેસની સંખ્યા 4.50 કરોડ પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,44,70,346 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે, જ્યારે કેસમાં મૃત્યુ દર 1.19 ટકા છે. ઉલ્લેખનિય છે કે,  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
'બહાર ખાવા જઈએ તો અડધા પૈસા આપવાનું કહે છે પતિ', છૂટાછેડા માટે કોર્ટ પહોંચી મહિલા
'બહાર ખાવા જઈએ તો અડધા પૈસા આપવાનું કહે છે પતિ', છૂટાછેડા માટે કોર્ટ પહોંચી મહિલા
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
Embed widget