શોધખોળ કરો

Ahmedabad Corona Cases: અમદાવાદમાં ક્યાં સુધી પાનના ગલ્લા, ચાની લારીઓ બંધ રાખવા અપાયો આદેશ ? ચાલુ હશે તો શું કરાશે ?

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજથી અનિશ્ચિત સમય સુધી પાનના ગલ્લા અને ચા ની લારીઓ ખોલી શકાશે નહીં એવી જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. અ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોની (Gujarat Corona Cases) સંખ્યા વધી રહી છે અને રાજ્યમાં સૌથી વધુ કોરોનાના નવા કેસ અમદાવાદમાં (Ahmedabad Corona Cases) નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) રોકવામાટે સંખ્યાબંધ પગલાં લેવાઈ રહ્યાં છે. તેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આગામી નિર્ણય ના લેવાય ત્યાં સુધી પાનના ગલ્લા (Pan Shops) અને ચાની લારી-દુકાનો (Tea Stalls) બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા શહેરમાં તમામ પાનના ગલ્લા અને ચાની લારી-દુકાનો  બંધ કરવા આદેશ અપાયો છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સૂચના બાદ પણ એકમ ચાલુ હશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા પાનના ગલ્લા તથા ચાની લારી-દુકાન સીલ કરી દેવાશે.

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજથી અનિશ્ચિત સમય સુધી પાનના ગલ્લા અને ચા ની લારીઓ ખોલી શકાશે નહીં એવી જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ ચાની દુકાનો પર ભીડ જામે છે. આ ઉપરાંત ચાના કપ યોગ્ય રીતે સાફ થતા ન હોવાની પણ શક્યતાઓ છે. એક સ્થળ ઉપર પાંચથી છ લોકો ટોળે વળીને બેઠેલા હોય છે. આ  સંજોગોમાં સંક્રમણ વધુ ફેલાવવાની શક્યતાઓ રહેલી છે.

પાનના ગલ્લાઓ ઉપર મુખ્ય ગલ્લાધારક સંક્રમિત હશે તો તે અનેક લોકોને સંક્રમિત કરી શકે તે પ્રકારની સંભાવનાઓ પણ રહેલ હોવાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરાઈ છે કે, સોમવાર સુધી પાનના ગલ્લાઓ પર ચેકીંગ કર્યા બાદ મૌખિક સૂચના આપવામાં આવશે છતાં પણ ગલ્લા ખુલ્લા રાખવામાં આવશે તો ગલ્લા સીલ કરવામાં આવશે.

આ અંગે હર્ષદ  સોલંકી (ડાયરેકટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ)એ જણાવ્યું કે, શનિવારે AMC દ્વારા ચેકીંગ બાદ રવિવારે પણ પાનના ગલ્લાઓ ઉપર ચેકીંગ કરવામાં આવ્યા હતા,  જ્યાં એક પણ ગલ્લા ખુલ્લા જોવા ન મળ્યા. અમદાવાદના તમામ ઝોનમાં સવારના 10 વાગ્યાથી રાઉન્ડ મારવામાં આવી રહ્યા છે.જ્યાં પણ ગલ્લા ખુલ્લા હશે ત્યાં સૂચના આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Fact Check: 350 રૂપિયાની નવી નોટ માર્કેટમાં આવ્યાનો દાવો કરતી આ પોસ્ટ છે નકલી
Fact Check: 350 રૂપિયાની નવી નોટ માર્કેટમાં આવ્યાનો દાવો કરતી આ પોસ્ટ છે નકલી
Embed widget