Ahmedabad Corona Cases: અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ તંત્રએ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત
Ahmedabad Covid-19 Update: શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગ સુવિધા શરૂ કરવા આદેશ કરાયો છે. પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી મુખ્યત્વે દર્દીઓ 18 વર્ષથી ઉપરના છે.
Ahmedabad Corona Cases: અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં એએમસીએ ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કર્યો છે. હાલ એક દિવસમાં 1500 લોકોના ટેસ્ટિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં 887 કોરોના એક્ટિવ કેસ છે અને શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગ સુવિધા શરૂ કરવા આદેશ કરાયો છે. પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી મુખ્યત્વે દર્દીઓ 18 વર્ષથી ઉપરના છે. પશ્ચિમઝોન, નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાએ પગપેસારો કર્યો છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા હતા. જ્યારે 149 દર્દીઓ સાજા થયાં હતા. સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા. રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી.
અમદાવાદ જિલ્લામાં 115, મોરબીમાં 27, સુરત જિલ્લામાં 31, વડોદરા જિલ્લામાં 42, રાજકોટ જિલ્લામાં 25, ગાંધીનગર જિલ્લામાં 22, અમરેલીમાં 12, બનાસકાંઠા, ભરૂચમાં 6-6 કેસ, મહેસાણામાં 4, સુરેન્દ્રનગરમાં 3, કચ્છ અને પોરબંદરમાં બે-બે કેસ, આણંદ, ભાવનગર, સાબરકાંઠા અને વલસાડમાં એક એક કેસ નોંધાયો હતો.
રાજ્યમાં છેલ્લા 20 દિવસમાં જ કોરોનાના કારણે 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1849 એક્ટિવ કેસ છે. 8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1841 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા થઈ ગયો છે.
ભાવનગરમાં H3N2 વાયરસથી વૃદ્ધાનું મોત
રાજ્યમાં કોરોનાની સાથે H3N2 વાયરસના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન ભાવનગરમાં 83 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક H3N2 વાયરસથી સંક્રમિત હતા. કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર સાવચેત થઈ ગયુ છે. ગામડાની સરખામણીએ શહેરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. શહેરની સરખામણીએ જિલ્લામાં કોરોનાના કેસ ઓછા છે પરંતુ કોરોનાથી બચવા માટે લોકોએ જાગૃત થવુ જરૂરી છે. શહેરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોમાં ચર્ચાય રહ્યુ છે.
આ પણ વાંચોઃ
Yuva Swavalamban Yojana : રાજ્યમાં યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત કેટલી સહાય ચૂકવવામાં આવી ?