શોધખોળ કરો

અમદાવાદ કોર્પોરેશને KFC અને રોયલ એનફિલ્ડના શોરૂમને કેમ મારી દીધું સીલ? જાણો વિગત

એસજી હાઇવે પર આવેલો રોયલ એનફીલ્ડેનો શો રૂમ સિલ કરાયો છે. AMC દ્વારા શો રૂમ સિલ કરવામાં આવ્યો છે. સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થતો હોવાથી AMCએ કરી કામગીરી કરી છે.

અમદાવાદઃ દિવાળી પછી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. તેમજ કોરોનાના કેસો પર નિયંત્રણ માટે પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. આ જ પ્રક્રિયાને પગલે શહેરના પ્રહલાદનગર ખાતે આવેલા કેએફસીને કોર્પોરેશને સીલ મારી દીધું છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોવાથી કોર્પોરેશને કાર્યવાહી કરી છે અને કેએફસીને સીલ મારી દીધું છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMCનો સોલિડ વેસ્ટ વિભાગ છેલ્લા 2 દિવસથી હરકતમાં આવ્યો છે. બુધવાર સંજથી શહેરના વિવિધ વિસ્તારમાં 150થી વધુ ટીમ ઉતારીને સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ખાણીપીણીની લારી કે દુકાનોએ કોરોના મહામારીના નિયમોનો ભંગ થતા જણાતા આવા યુનિટો બંધ કરવામાં આવે છે અને કેટલાક યુનિટોને સિલ પણ કરવામાં આવ્યા છે. AMCની આ કામગીરી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. આ મામલે કેએફસીએ નિવેદન આપ્યું છે કે, અમે જમીનના કાયદા માટે સર્વોચ્ચ સમ્માન રાખે છે અને સરકારના તમામ નિયમો અને રેગ્યુલેશનનું પાલન કરે છે. અમને આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને સંબંધિત ટીમો અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે. સ્થાનિક અધિકારીઓના નિર્દેશનનું સમ્માન કરતાં, અમે અસ્થાયી રૂપે રેસ્ટોરન્ટ બંધ કરી રહ્યા છીએ. અમારા ગ્રાહકોને થતી કોઈપણ અસુવિધા બદલ અમે દિલગીર છીએ. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું કે, દિવાળી હોવાથી લોકોને આર્થિક નુકશાન ન જાય તે માટે કામગીરી કરી નહોતી. ભીડ થતા તમામ એકમો પર કાર્યવાહી થશે. સંક્રમણ વધ્યું છે લોકો હવે સહકાર આપે. જ્યાં સુધી ભીડ એકઠી થવાની બાંહેધરી નહિ મળે ત્યાં સુધી એકમો નહિ ખોલવામાં આવે. એસજી હાઇવે પર આવેલો રોયલ એનફીલ્ડેનો શો રૂમ સિલ કરાયો છે. AMC દ્વારા શો રૂમ સિલ કરવામાં આવ્યો છે. સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થતો હોવાથી AMCએ કરી કામગીરી કરી છે.અમદાવાદના ઘાટલોડીયા પ્રભાત ચોક વિસ્તારમાં આજે લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવવા લાઈન લગાવી હતી. અત્યાર સુધી આ વિસ્તારમાં 100 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકીના 50 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે ગઈ કાલે આ વિસ્તારમાં ૨૫થી ૩૦ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. અહીં રોજના દોઢસો લોકોનું ટેસ્ટિંગ થતું હોય છે. જોકે તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આ કોરોનાની બીજી લહેરની શરૂઆત થઇ હોય તેવું લાગ્યું છે પણ લોકો જાગૃત થયા છે. પોતાના સ્વાસ્થ્ય અંગે અને એટલા જ માટે જ્યાં કોરોના સેન્ટર હોય ત્યાં ટેસ્ટિંગ કરવા માટે લોકો લાઈનમાં ઊભા રહેતા હોય છે. નોંધનીય છે કે, આજની તારીખે અમદાવાદમાં કોરોનાના કુલ 2845 એક્ટિવ કેસ છે. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 477 એક્ટિવ કેસ , બીજા નંબરે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 452 એક્ટિવ કેસ, ત્રીજા નંબરે પશ્ચિમ ઝોનમાં 446 એક્ટિવ કેસ, ચોથા નંબરે દક્ષિણ ઝોનમાં 427 એક્ટિવ કેસ, પાંચમા નંબરે પૂર્વ ઝોનમાં 398 એક્ટિવ કેસ , છઠ્ઠા નંબરે ઉત્તર ઝોનમાં 371 એક્ટિવ કેસ અને સૌથી ઓછા મધ્ય ઝોનમાં 274 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget