શોધખોળ કરો

Ahmedabad: કઠવાડા જીઆઈડીસીમાં ગેરકાયદે હથિયારના પાર્ટસ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદ પાસેની કઠવાડા જીઆઈડીસી જ્યાં ગેરકાયદે હથિયારના પાર્ટસ બનાવતી ફેક્ટરી ઝડપાતા સનસની મચી ગઈ છે.

અમદાવાદ;  અમદાવાદ પાસેની કઠવાડા જીઆઈડીસી જ્યાં ગેરકાયદે હથિયારના પાર્ટસ બનાવતી ફેક્ટરી ઝડપાતા સનસની મચી ગઈ છે. બાતમીના આધારે પોલીસે કઠવાડા જીઆઈડીસીમાં આવેલી મેટાબિલ્ડ ઈન્ડસ્ટ્રીઝ નામની એક ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો.  અહીંથી રાઇફલ અને પિસ્તોલના સ્પેરપાર્ટસ બનાવવા માટેની ડાયસ મળી આવી હતી.   પોલીસે ફેક્ટરીના માલિક કાનવ છાંટબાર  મેનેજર સ્નેહલ હેડુની ધરપકડ કરી છે. અશોક પ્રજાપતિ નામનો આરોપી ફરાર છે.  

તપાસમાં ખુલ્યું કે, વર્ષ 2017માં કંપનીએ સરકારની મંજૂરી વગર જર્મનીથી મળેલા ઓર્ડર પ્રમાણે હથિયારોના પાર્ટસ બનાવ્યા હતા.  પરંતુ આ ઓર્ડર એરપોર્ટમાં કાર્ગોથી મોકલવા જતાં મંજૂરી નહીં હોવાથી પરત ફર્યો હતો.  છેલ્લા 6 વર્ષથી ફેક્ટરીમાં આ મુદ્દામાલ છૂપાવીને રખાયો હતો.  જેની કિંમત થાય છે 43 લાખ, 39 હજાર જેટલી.  આરોપીઓએ અન્ય કોઈને ગેરકાયદે હથિયારના પાર્ટસ બનાવી આપ્યા છે કે, કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે ઉત્તર ગુજરાતના તાપમાનમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 2 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે, ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાનમાં પણ વધારો થશે. લઘુત્તમ તાપમાન વધતાં ગરમીમાં વધારો થશે.

આગામી પાંચ દિવસમા ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે જોવા મળશે  તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં દેશના કેટલાક વિસ્તારોમાં ગરમી માર્ચના પ્રથમ સપ્તાહ જેટલી પડી રહી છે. જે ચાલુ વર્ષના ઉનાળામાં ભીષણ ગરમી પડવાના સંકેતો આપી રહ્યાં છે.

માર્ચના શરૂઆતના 15 દિવસમાં જ ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. દિલ્હીમાં સોમવારે 33.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે 1969 પછીનો ફેબ્રુઆરીનો ત્રીજો સૌથી ગરમ દિવસ હતો. આ અગાઉ 26 ફેબ્રુઆરી, 2006ના રોજ 34.1 અને 17 ફેબ્રુઆરી, 1993ના રોજ 33.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

ભૂજમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ

ગુજરાતના ભૂજમાં 16 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવનારા દિવસોમાં ગરમી ઝડપથી વધશે. પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ફેબ્રુઆરી 100 ટકા સુકુ રહ્યું છે જેના કારણે તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ઓડિશાના હવામાન વિભાગ મુજબ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભુવનેશ્વરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. મહિનો પૂર્ણ થતા જ પહેલા આ રેકોર્ડ તૂટી ગયો છે. આગામી સાત દિવસમાં વરસાદ નહીં પડે તો ઓડિશાના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે.

દેશના પર્વતીય વિસ્તારોમાં પણ ફેબ્રુઆરીમાં તાપમાન વધારે જોવા મળી રહ્યું છે. પર્વતીય વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 10 થી 11 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો છે. મંગળવારે શિમલાનું મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે સામાન્યથી આઠ ડિગ્રી વધારે હતું. આવી જ રીતે મસૂરીનું તાપમાન સામાન્યથી છ ડિગ્રી વધારે હતું. જમ્મુ-કાશ્મીરમાં તાપમાનની ચાલ અસામાન્ય જોવા મળી રહી છે. બીજી તરફ વિશ્વ હવામાન સંગઠને સમગ્ર વિશ્વમાં તાપમાન વધવાની શક્યતા દર્શાવી છે. લા નીનાની અસર ઓછી થતાં વૈશ્વિક તાપમાનમાં વધારો શક્ય છે. જળવાયુ પરિવર્તન અને પ્રદૂષણને કારણે હવામાનનું યોગ્ય અંદાજ કાઢવો મુશ્કેલ બનશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget