શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ ભાજપના કયા દિગ્ગજ નેતાએ કોરોનાને આપી મ્હાત? જાણો વિગત
અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહે કોરોનાને આપી મ્હાત છે. 17 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો છે, ત્યારે અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે અને મોટાભાગના નેતાઓએ કોરોનાને મ્હાત પણ આપી દીધી છે. હવે ભાજપના વધુ એક દિગ્ગજ નેતાએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહે કોરોનાને આપી મ્હાત છે. 17 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી છે. ગૌતમ શાહ Svp હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગુજરાતમાં ગઈ કાલે 1243 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3550 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16203 એક્ટિવ કેસ છે, જ્યારે 1,29,441 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 83 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,120 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,49,194 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠા-1, સુરત-1, રાજકોટમાં -1 અને સુરેન્દ્રનગરમાં-1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોપોરેશનમાં 173, અમદાવાદ કોર્પોરેશનમાં 164, સુરતમાં 91, રાજકોટ કોર્પોરેશનમાં 87, વડોદરા કોર્પોરેશનમાં 79, જામનગર કોર્પોરેશન 70, રાજકોટમાં 45, વડોદરામાં 43, બનાસકાંઠામાં 39, મહેસાણામાં 38, કચ્છમાં 29, અમરેલીમાં 25, જામનગરમાં 25, સાબરકાંઠામાં 25, ભરૂચમાં 23,પંચમહાલમાં 23, સુરેન્દ્રમાં 23, જુનાગઢમાં 20, પાટણમાં 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 19, ગીર સોમનાથમાં 19, જુનાગઢ કોર્પોરેશનમાં 17,અમદાવાદમાં 16, ગાંધીનગરમાં 15 કેસ નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion