શોધખોળ કરો

Ahmedabad hit and run : ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડનાર પર્વ શાહ પોલીસ સમક્ષ થયો હાજર

અકસ્માત સર્જનાર પર્વ શાહ ફરાર થઈ ગયો હતો. જોકે, હવે પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો છે. આરોપી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. પહેલા અકસ્માત શૈલેષ શાહે કર્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા.

અમદાવાદઃ શિવરંજની ચાર રસ્તા નજીક મોડી રાત્રે હિટ એંડ રનની ઘટના બની હતી. પૂરઝડપે દોડી આવેલી GJ 01RU 8964 નંબરની આઈ ટવેન્ટી કારના ચાલકે ફૂટપાથ પર સૂતેલા ચાર લોકોને કચડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સંતુબેન ભાભોર નામના મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મહિલા પર કારના વ્હીલ ફરી વળતા ત્યાં જ દમ તોડી દીધો હતો. તો જતન ભાભોર, વિક્રમ ભાભોર, સુરેખબેન કાલુ, બાબુભાઈ ભાભોરને ઈજાઓ પહોંચી હતી. 

જોકે, આ અકસ્માત પછી અકસ્માત સર્જનાર પર્વ શાહ ફરાર થઈ ગયો હતો. જોકે, હવે પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો છે. આરોપી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. પહેલા અકસ્માત શૈલેષ શાહે કર્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે, હવે પર્વ શાહે અકસ્માત સર્જ્યો હોવાનું  સામે આવ્યું છે. પર્વ શાહ પોતાના 4 લોકો સાથે કાર ચલાવી રહ્યો હતો. સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું નિવેદન પોલીસને આપ્યું છે. પર્વ 22 વર્ષીય છે અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવાનું પણ સામે આવ્યું છે. 

તેના પિતા શૈલેષ શાહે જણાવ્યું હતું કે, અકસ્માત પછી પુત્ર પર્વ શાહ ઘરે આવ્યો હતો. પુત્રે સર્જેલા અકસ્માતથી પરિવાર ગભરાઈ ગયો હતો. અકસ્માતની ઘટનાનો ઘણો અફસોસ છે. તેમણે કહ્યું હતું કે, મને નહોતી ખબર કે પર્વ ઘરેથી કાર લઈને નીકળ્યો છે. અકસ્માત સર્જનાર પર્વ શાહનો પરિવાર કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. 

શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન કેસમાં સંદિગ્ધ શૈલેષ શાહના ઘરે એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. શૈલેષ શાહના ઘરે તાળું અને ઘરમાં કોઈ હાજર નહીં. સિદ્ધગીરી એપાર્ટમેન્ટના રહીશો પણ શૈલેષ શાહ વિશે કશું જ કહેવા તૈયાર નહિ. સિદ્ધગીરી એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ ભીમ બહાદુર પાસેથી એબીપી અસ્મિતાએ વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. શેલેષ શાહ વિશે પૂછતા જ સિક્યુરિટી ગાર્ડે ચાલતી પકડી હતી. 

એબીપી અસ્મિતા સંવાદદાતાએ સિક્યુરિટી ગાર્ડને ફરીથી પૂછવાનો પ્રયાસ કર્યો હતો. સિક્યુરિટી ગાર્ડના કહેવા પ્રમાણે , શૈલેષ શાહ સવારે સવારે કામ પર નીકળે છે, સાંજે સાત વાગ્યા આસપાસ ઘરે પરત ફરે છે. ગઈ કાલે રાત્રે આઠ વાગ્યે રાઉન્ડ મારવા માટે નીકળ્યા બાદ પરત ફર્યા નથી. શૈલેષ શાહના પરિવારમા તેમના પત્ની, એક દીકરો અને એક દીકરી હોવાનું સિક્યુરિટી ગાર્ડનું કથન છે. 

સવારે પોલીસે આવી અને પૂછપરછ કરતા આવી ઘટના બની હોવાની બાબત જાણવામાં આવી હોવાનું સિક્યુરિટી ગાર્ડનું કથન. સોસાયટી નો વહીવટ સંભાળનાર અને સોસાયટીના સીસીટીવી બાબતની જાણકારી રાખનાર છોટાલાલ પણ ઘરે હાજર નહીં હોવાનું સિક્યુરિટી ગાર્ડનું કથન છે. 

ચાર ઈજાગ્રસ્તો પૈકી બે બાળકોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત બાળકોને નાના-મોટી ઈજાઓ થતા શેલ્ટર હોમમાં ખસેડી ત્યાં સારવાર શરૂ કરવામાં આવી છે. આ તરફ અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો.

હાલ એન ડિવીઝને ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. હિટ એંડ રનની ઘટના અંગે 108ને જાણ કરનારા સુજન ઠક્કરે એબીપી અસ્મિતા સમક્ષ કહ્યું કે ઘટના રાત્રીના સવા બારથી સાડા બાર વાગ્યાની આસપાસની છે. ઘટનાની થોડી ક્ષણોમાં જ તે ત્યાં પહોંચ્યા હતાં.

સુજન ઠક્કરના મતે બે કાર હતી. એક અકસ્માત સર્જનાર આઈ ટવેન્ટી કાર હતી. તો બીજી કાર ક્રેટા હતી. બન્ને કાર ચાલકોએ રેસ લગાવી હોવાનો પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે. આટલું જ નહીં આઈ ટવેન્ટી કારમાં ચાર લોકો સવાર હતાં. જે અકસ્માતની ઘટના બાદ લોકોના મારથી બચવા અન્ય કારમાં બેસી ફરાર થઈ ગયા હતાં.

આ ઘટના પરથી સવાલ એ ઉઠી રહ્યા છે કે ક્યારે અટકશે રફતારનો કહેર. રાત્રી કર્ફ્યુના સમયમાં આ બની તો પોલીસ શું કરી રહી હતી. અકસ્માતની ઘટનાને આઠથી દસ કલાકનો સમય વિતી ગયો છતા હજુ સુધી કેમ પોલીસ આરોપી સુધી ન પહોંચી શકી. અમદાવાદ શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ છે તો કેમ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

Gj01ru8964 નંબરની કાર થકી થયેલા અકસ્માતનો મામલે વધુ વિગતો એવી સામે આવી છે કે, આ નંબરની કારના ૫૩૦૦ રૂપિયામા ઈ મેમો પણ ભરવામાં બાકી છે. વર્ષ ૨૦૧૭થી એક પણ ઈ ચલણની નથી કરી ભરપાઈ.બીઆરટીએસ રૂટમાં જોખમી ડ્રાઈવિંગ અને રેડલાઈટ વાયોલેન્સનો ભંગ કર્યો છે. કુલ ૧૦ ઈ ચલણની ભરપાઈ બાકી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
Embed widget