શોધખોળ કરો
અ'વાદ: શાહીબાગ ડફનાળા નજીક BMW કારમાં ભીષણ આગ, નાસભાગ મચી
અમદાવાદ: શાહીબાગ વિસ્તારમા BMW ગાડીના અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.. શાહીબાગ ડફનાળા નજીક ડ્રાઈવર સર્વિસ કરાવીને BMW કાર લઈને જઈ રહયો હતો. આ દરમિયાન ડ્રાઈવીંગ સીટ પર આગ લાગી ગઈ હતી. ડ્રાઈવરે કાર પાર્ક કરીને ગાડીમાથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. પરંતુ લકઝુરિર્યસ કારમા આગની જવાળાઓના કારણે સ્થાનિકોમા ભય ફેલાયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.. BMW કારમા લાગેલી આગના પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમા આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનુ બહાર આવ્યુ છે. સર્વિસ બાદ અચાનક આગ લાગતા ગેરેજના કર્મચારીની બેદરકારી હોવાનુ જાણવા મળ્યુ છે. પોલીસે આગના પગલે જાણવા જોગ નોંધ કરીને તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement