શોધખોળ કરો

Ahmedabad: મહારાષ્ટ્રના લિકર શોપ માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી, ગુજરાત પોલીસ પર શું લગાવ્યા આરોપ?

મહારાષ્ટ્રના લિકર શોપ માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી

અમદાવાદઃ મહારાષ્ટ્રના લિકર શોપ માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં લિકર શોપ માલિકોએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાત પોલીસ ખોટી રીતે પરેશાન કરી રહી છે. તેઓએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાત પોલીસ જાણી જોઈને ફસાવી રહી છે. માન્ય લાયસન્સ ધરાવતા વાઈન શોપ માલિકોને ફસાવતી હોવાનો પણ આરોપ અરજીમાં લગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર, DPG સહિત ચાર શહેરના CPને પક્ષકાર બનાવાયા છે. અરજી પર સાત જૂલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે.

મુંબઈ, થાને, પાલઘર અને અન્ય જિલ્લાના લિકર શોપના માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. એસો. ઓફ પ્રોગેસિવ રિટેઈલ લિકર વેન્ડરના ગ્રુપ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઇ છે. અરજદારે અરજીમાં કહ્યું હતું કે ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર પરિવહન માટે પકડાયેલા લોકોના નિવેદનના આધારે ગુજરાત પોલીસ પ્રોહિબિશન એક્ટ હેઠળ માન્ય લાયસન્સ ધરાવતા વાઈન શોપના માલિકોને ફસાવે છે. દારૂની બોટલ સાથે કોઈ ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે અમારી વિરુદ્ધ FIR કરી હેરાનગતિ કરવામાં આવી રહી છે. કેસમાં રાજ્ય સરકાર, DGP અને રાજકોટ, સુરત, અમદાવાદ, રાજકોટના CPને પક્ષકાર બનાવાયા હતા.

અમદાવાદના ઓઢવમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને શિક્ષકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જ્યાં એક શિક્ષકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.  27 વર્ષીય સુબ્રતો પાલ એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો.  વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. પોલીસે સુસાઈડ નોટના આધારે 3 શખ્શો સામે ફરિયાદ નોંધી છે. 

જો કે, તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મૃતકના મોટાભાઈએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે 5 લાખ રૂપિયા લીધા હતા.  જેમાં જે ફાયદો થાય તેના 50 ટકા ભાગ ત્રણ લોકોને આપવાનું નક્કી કર્યું હતું. જો કે  ધાર્યા પ્રમાણે તેમાં ફાયદો ન થતાં મૃતકનો મોટોભાઈ રકમ પરત આપી શક્યો નહોતો.  એક અઠવાડિયા પહેલાં મોટાભાઈએ પણ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમયસર સારવાર મળતા તેને બચાવી લેવાયો હતો. એવામાં હવે તેના શિક્ષક ભાઈએ આત્મહત્યા કરી લીધી છે. મૃતકને તો પૈસાની લેવડદેવડ બાબતે કઈપણ લેવાદેવા નહોતું. પોલીસને જે સુસાઈડ નોટ મળી છે તેને જોતા પોલીસને આશંકા છે કે શિક્ષકના અક્ષર આવા ન હોઈ શકે.

ઓઢવમા ગોકુલનગર સોસાયટીમાં રહેતા અને શિક્ષક સુબ્રતો પાલે આજે વહેલી સવારે  ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો .સુબ્રતો તેમના મોટા ભાઈ શુભાંકર પાલ સાથે રહેતો હતો. સુબ્રતોએ આપઘાત પહેલાં હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં ઉલ્લેખ કર્યો છે કે ત્રણ વ્યાજખોર સામે પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. જેના કારણે હેરાન થયો હતો, જેથી હું આપઘાત કરું છું. કદાચ મારા મોત બાદ મારા પરિવારને ન્યાય મળી શકે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
Embed widget