શોધખોળ કરો
Advertisement
Coronaના સતત વધી રહેલા કેસોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ શું વ્યક્ત કરી મોટી ચિંતા? જાણો
સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસની સૌથી વધુ સંખ્યા છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં કેસ વધે તેવી શક્યતા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ચિંતા વ્યક્ત કરી
સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસની સૌથી વધુ સંખ્યા છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં કેસ વધે તેવી શક્યતા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ચિંતા વ્યક્ત કરી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોનાના કેસ વધતા અટકાવવા માટે લોકડાઉનના ચુસ્ત પાલન પર ખાસ ભાર મુક્યો છે. તેમણે કહ્યું છે કે, અમદાવાદમાં 24 કલાકમાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે અને આ તમામ કેસ મહાપાલિકાએ શોધ્યા છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમં 11 નવા કેસ નોંધાયા છે. આ 11 કેસમાંથી 10 કેસ તબલિગી જમાત સાથે સંકળાયેલા છે. મહત્વની વાત એ છે કે, માર્ચ મહિનામાં 1219 લોકો વિદેશથી પરત ભારત આવ્યા છે. હાલમાં અમે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે કામ કરી રહ્યા છીએ. જેમાં અમે કેમેરા નેટવર્કના કારણે લોકડાઉનનો અસરકાર અમલ કરાવવા માટે કર્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 64 કેસ નોંધાયા છે. જેથી અમદાવાદ હવે કોરોનાને કારણે ક્રિટિલક કન્ડીશનમાં છે.
અત્યાર સુધીમાં 9 જેટલા લોકો સામે ફરીયાદ નોંધાઈ છે. અમદાવાદના તમામ કેસ નગરપાલિકા દ્વારા નોંધવામાં આવ્યો છે. જેમાં 10 કેસ તબલિગી જમાતના કેસ છે. આ તમામ લોકોએ નિઝામુદ્દીન ખાતે મુલાકાત લઈ પરત ફર્યાં છે. જોકે અત્યાર સુધીમાં 177 લોકોને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાયરસની મહામારીને કારણે આપણે આ કામ કરી રહ્યા છે. તેથી બધાં જ લોકોને લોકડાઉનનું પાલન કરવાની વિનંતી કરું છું અને લોકોને ઘરમાં રહેવા માટેનો આગ્રહ કરુ છું.
આપાની તમામ જવાબદારી અમદાવાદ નગરપાલિકાના માથે છે. તેથી જ જો તમને કોઈપણ પ્રકારના લક્ષણ દેખાય તો તરત જ 104 નંબર પર ફોન કરીને જણાવવા માટે વિંનતી કરું છું. જેથી આ વાયરસનો વધુ સંક્રમણ કરતા અટકાવી શકાય છે. જોકે, અમદાવાદમાં હજુ પણ કોરોનાના કેસ વધે તેવી શક્યતાઓ રહેલી છે. તેથી જ દરેક લોકોને હું ઘરમાં રહેવા અને પોતાનું ધ્યાન રાખવાની અપીલ કરૂં છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion