શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ટ્રમ્પની મુલાકાતને પગલે ઝૂંપડપટ્ટીઓ છૂપાવવા બનાવવામાં આવી દિવાલ, લોકો ભડક્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત લેશે
અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ પ્રવાસને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રમ્પના સ્વાગત માટે મોટેરા સ્ટેડિયમને શણગારવામાં લાગ્યું છે તો બીજી તરફ મોટેરા સ્ટેડિયમ જવાના રસ્તા પર રહેતા ગરીબોને દીવાલ પાછળ છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યારે ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સુધીના માર્ગો પર વસતા ગરીબોને દીવાલ પાછળ છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એએમસીની આ કાર્યવાહીના કારણે સ્થાનિક લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટથી હાસોલ સર્ક વચ્ચે આવનારી ઝૂંપડપટ્ટીઓને દિવાલ પાછળ સંતાડવામાં આવી રહી છે. ઝૂંપડપટ્ટીઓ સામે દીવાલ બનાવવા મામલે સરકાર અને AMC ની લોકો ટીકા કરી રહ્યા છે. આ મામલે અમદાવાદના મેયર બિજલ પટેલને સવાલ કરવામાં આવતા તેમણે કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. આ અગાઉ જાપાનના વડાપ્રધાન શિંઝો એબે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ અહી આવ્યા ત્યારે આ ઝૂંપડપટ્ટીઓને પડદાથી છૂપાવી દેવામાં આવી હતી. નોંધનીય છે કે ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિશ્વાસના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. સાથે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમને પણ સંબોધશે. આ કાર્યક્રમમાં એક લાખ લોકો સામેલ થાય તેવી સંભાવના છે.Ahmedabad Municipal Corp is building a wall in front of slum along the road connecting Sardar Vallabhbhai Patel Intl Airport to Indira Bridge. The US Pres is scheduled to visit Ahmedabad during his 2-day India visit. Bijal Patel,Mayor says,"I haven't seen it,don't know about it". pic.twitter.com/moKjCy0M44
— ANI (@ANI) February 13, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion