શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં વરસાદ બાદ બિસ્માર થઈ ગયેલા રોડ રસ્તાને રિપેર કરવામાં તંત્ર લાગ્યુ કામે, જાણો દરેક ઝોનમાં કેટલું કર્યું કામ
પશ્ચિમ ઝોનમાં ૨૪૪૫૮ ચોરસમીટર, ઉત્તર ઝોનમાં ૨૩૩૩૦ ચોરસમીટર, દક્ષિણ ઝોનમાં ૧૮૫૯૮ ચોરસમીટર અને પૂર્વ ઝોનમાં ૨૯૩૦૯ ચોરસમીટર રોડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્ય ઝોનમાં ૪૮૩૬ ચોરસ મીટર, ઉત્તર ઝોનમાં ૨૭૭૧૩ ચોરસમીટર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૯૪૫૨ ચોરસમીટર કામ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અમદાવાદઃ શહેરમાં વરસાદ બાદ તૂટેલા રોડનો વિષય ટોક ઓફ ટાઉન હતો. વરસાદ પડ્યા બાદ રોડ રસ્તાની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. વરસાદમાં શહેરમાં જૂના રોડ તો ઠીક હજુ એકાદ વર્ષ પહેલા બન્યા હોય તેવા રસ્તામાં પણ ગાબડા પડી ગયા છે. શહેરમાં વરસાદ બાદ તૂટી ગયેલા રોડ અંગે ૧૩ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલા રોડના કાર્યોના આંકડા જાહેર કર્યા છે.
જે મુજબ પશ્ચિમ ઝોનમાં ૨૪૪૫૮ ચોરસમીટર, ઉત્તર ઝોનમાં ૨૩૩૩૦ ચોરસમીટર, દક્ષિણ ઝોનમાં ૧૮૫૯૮ ચોરસમીટર અને પૂર્વ ઝોનમાં ૨૯૩૦૯ ચોરસમીટર રોડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્ય ઝોનમાં ૪૮૩૬ ચોરસ મીટર, ઉત્તર ઝોનમાં ૨૭૭૧૩ ચોરસમીટર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૯૪૫૨ ચોરસમીટર કામ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
મનપાના જણાવ્યા મુજબ, જૂની ભઠ્ઠીઓ ચલાવીને હાલ સુધી કામ કરવામાં આવતા જે હવે બંધ કરવામાં આવશે. દરેક ઝોનમાં અલગ મશીનરીથી કામ કરવામાં આવશે. મશીનરીથી કામ કરવા પાંચ વર્ષનો કોન્ટ્રકટ કરવામાં આવશે. શહેરમાં પેચવર્કની કામગીરી લગભગ પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત અઢીથી ત્રણ કરોડના રોડ બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
મેટ્રો અને AMC સાથેની બેઠકમાં મેટ્રો આસપાસના રોડ એક સપ્તાહમાં પૂર્ણ કરવાની MEGA દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. શહેરમાં ટોરેન્ટ દ્વારા કરવામાં આવેલા ખોદકામ બદલ AMC એ ૩૦ લાખનો દંડ ફટકાર્યો હતો.
કોંગ્રેસમાં જોડાવાને લઈ હરિયાણી સિંગર સપના ચૌધરીએ કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement