અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન, ગત વર્ષ કરતાં ટિકિટના ભાવ લગભગ ડબલ, શનિ-રવિ તો ભાવ દોઢા થઈ જશે
અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થશે.
Flower Show Ahmedabad 2023: 30 ડિસેમ્બર રિવરફ્રન્ટ પર યોજાશે ફ્લાવર શો ત્યારે ફ્લાવર શો ને લઈને તેની તૈયારીઓ પણ જોર શોથી કરવામાં આવી રહી છે. જો કે આ વર્ષે જો કોઈ આકર્ષણનું કેન્દ્ર સરદાર પટેલ નું સ્ટેચ્યુ છે. પહેલી વખત ફ્લાવર શોમાં 6 મીટર સરદાર પટેલ નું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર એવા જ કલ્ચર આ વર્ષે આવ વર્ષોમાં આકર્ષણનું કેન્દ્ર હશે. જેમાં વડનગરનું કીર્તિ તોરણ, નવું સંસદ ભવન, મોઢેરાનું સૂર્યમંદિર, ચંદ્રયાન ત્રણ, કાર્ટુન કેરેક્ટર જેવા અલગ અલગ જોવા મળશે.
30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી 30 ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન કરીને મુલાકાતઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે જોકે તેની ટિકિટ ઓનલાઇન તેમજ સિવિક સેન્ટરમાંથી મળી રહેશે. સોમથી શુક્ર ટિકિટનો દર 50 રાખવામાં આવ્યો છે જ્યારે શનિ-રવિ 75 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થશે. આગામી મહિને યોજાનાર ફલાવર શો માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફલાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે.
આ સ્કલ્પચર કરાશે તૈયાર
આ ઉપરાંત ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. GSLV MK 3 રોકેટનું પણ સ્કલ્પચર તૈયાર કરાશે. 5.45 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે.
વિદેશી ફૂલો લગાવવા કવાયત હાથ ધરવામાં આવી
ફ્લાવર શોમાં બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશના ફૂલ લગાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. ફ્લાવર શોમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ ફ્રી છે. જ્યારે 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી 50 રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે 75 રૂપિયા ફી ચુકવવી પડશે.
ગત વર્ષે લંબાવાયો હતો ફ્લાવર શો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત વર્ષે ફ્લાવર શોને લોકોનો શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. જેને લઈ વધુ ત્રણ દિવસ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 12 જાન્યુઆરીના પૂર્ણ થનાર ફ્લાવર શો 15 જાન્યુઆરીના પૂર્ણ થયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા.