શોધખોળ કરો

Ahmedabad: વસ્ત્રાપુરની હયાત હોટલના સાંભારમાંથી નીકળ્યો વંદો, AMCએ કિચનને કર્યુ સીલ

Latest Ahmedabad News: આ પહેલા પણ ખાણી-પીણીની વસ્તુઓમાંથી ઇડળ, વંદો, ગરોળી અને અન્ય જીવાત નીકળ્યા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

Latest Ahmeadabd News: શહેરમાં હોટલ કે રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત નિકળવાની ઘટના હવે શહેરીજનો માટે નવી નથી.  અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદની ફાઇવ સ્ટાર હોટેલની વાનગીમાંથી જીવાત નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાપુર હયાત હોટેલની વાનગીમાંથી જીવાત નીકળી હતી. સાંભારમાંથી વંદો નીકળ્યો હતો.  હોટેલમાં પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળ્યો હતો. AMC દ્વારા હયાત હોટેલના કિચનને સિલ કરવામાં આવ્યું હતું.

હજુ એક દિવસ પહેલા જ પુરોહીત હોટલમાંથી મંગાવેલા ભોજનમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવી હતી. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી દ્વારા પુરોહિત રેસ્ટોરન્ટનાં  રસોડાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી. ફરિયાદ અનુસાર, અમદાવાદનાં  મણિનગર વિસ્તારમાં કાંકરિયા પાસે આવેલ પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ખોખરાનાં  નગરસેવક ચેતન પરમારનાં જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ ભાવેશ પટેલે ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું. જો કે, પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ પાર્સલનાં ભોજનમાંથી ઇડળ નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે તરત જ AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી મુજબ, આ અંગે જ્યારે પુરોહિત હોટેલનાં સંચાલકને જાણ કરવામાં આવી તો તેણે ચોમાસાનું વાતાવરણ હોવાનો અધ્ધરતાલ જવાબ આપ્યો હતો. સંચાલકે કહ્યું કે, લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે. ફરિયાદીનાં જણાવ્યા મુજબ, પુરોહિત રેસ્ટોરન્ટના સંચાલકે બીજું ટિફિન મોકલી આપવાની વાત કરી હાથ ઊંચા કરી દીધા હતા

ઉપરાંત કાંકરિયા તળાવ પરિસરમાં આવેલા ખાણીપીણી બજારમાં પિત્ઝા અને ટોમેટો સોસમાંથી જીવાત નિકળવાની ઘટના સામે આવી હતી.  ભાજપના પૂર્વ કોર્પોરેટર મેરેજ એનિવર્સરીને લઈ પરિવાર સાથે ફરવા ગયા હતા, ત્યારે પિત્ઝા અને સોસમાંથી જીવાત નિકળી હતી. ઘટનાના 10 દિવસ બાદ કોર્પોરેશનના ફુડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી બાપુનગર વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ રાણાની  મેરેજ એનિવર્સરી હોવાથી તે પરિવાર સાથે કાંકરિયા તળાવ ખાતે ફરવા માટે ગયા હતા. ત્યારબાદ કાંકરિયા પરિસરમાં જ આવેલા ખાણીપીણી બજારમાં તેઓ નાસ્તો કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મનપસંદ પિત્ઝા નામની દુકાન પર જઈને વડાપાઉ, પિત્ઝા સહિતની વસ્તુઓનો ઓર્ડર કર્યો હતો. તેમનો ઓર્ડર આવ્યા બાદ તેમણે પિત્ઝામાં જોતા કીડા જોવા મળ્યા હતા. ઉપરાંત ટેબલ પર મુકવામાં આવેલી સોસની બોટલમાંથી સોસ કાઢીને જોતા તેમાં પણ કીડા જોવા મળ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક', વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime News | ઢોર માર મારવાના કારણે રત્નકલાકારનું થયું મોત, જુઓ વીડિયોમાંHun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક', વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
IND vs BAN: અશ્વિને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી નથી કરી શક્યો આ કારનામું
IND vs BAN: અશ્વિને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી નથી કરી શક્યો આ કારનામું
7th Pay Commission: DA Hike માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ, કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં થશે 14,400નો વધારો
7th Pay Commission: DA Hike માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ, કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં થશે 14,400નો વધારો
Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ
Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ
Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર
Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર
Embed widget