Ahmedabad News: ટેલીગ્રામ લિંક પર ક્લિક કરવાનું ભારે પડ્યું, ઇન્સ્ટાગ્રામના પેઈજ લાઈક કરવાના ટાસ્કમાં ગોલ્ફ કોચે ૩૩ લાખ ગુમાવ્યા
Ahmedabad Crime News: બે મહિના પહેલા તેમને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઓનલાઇન પાર્ટ ટાઇમની ઓફર કરવામાં આવી હતી. જેમાં તેમણે કોલ કરતા ઇસ્ટાગ્રામના ટાસ્કને લાઇક અને શેર કરવાનુ કહી છેતરપિંડી આચરી હતી.
Ahmedabad News: અમદાવાદમાં ટેલિગ્રામ એપ્લીકેશનથી પાર્ટ ટાઈમ જોબની ઓફરના નામે ઇન્સ્ટાગ્રામના પેઈજ લાઈક કરવાના ટાસ્કમાં ગોલ્ફ કોચે ૩૩ લાખ ગુમાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. સાઉથ બોપલમાં આવેલા સફલ પરિસરમાં રહેતા ગોલ્ફ કોચને ટેલિગ્રામની લીંક દ્વારા ઇન્સ્ટાગ્રામની પોસ્ટ લાઈક અને શેર કરવાના ટાસ્કની સામે નાણાં કમાવવાની ઓફર કરવામાં આવી હતી. વિશ્વાસ કેળવવા ટાસ્કની સામે ખાતામાં નાણાં જમા કરાવ્યા બાદ કુલ 33.40 લાખની રકમ લઇ લીધી હતી. બે મહિના પહેલા તેમને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઓનલાઇન પાર્ટ ટાઇમની ઓફર કરવામાં આવી હતી. જેમાં તેમણે કોલ કરતા ઇસ્ટાગ્રામના ટાસ્કને લાઇક અને શેર કરવાનુ કહી છેતરપિંડી આચરી હતી. બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શું છે મામલો
શહેરના સાઉથ બોપલમાં આવેલા સફલ પરિસરમાં રહેતા ગોલ્ફ કોચને ટેલિગ્રામની લીંક દ્વારા ઇન્સ્ટાગ્રામની પોસ્ટ લાઇક અને શેર કરવાના ટાસ્કની સામે નાણાં કમાવવાની ઓફર આપીને કેટલાંક ટાસ્ક રમવાની ઓફર આપીને કોઇ ગઠિયાએ છેતરપિંડી કરીને રૂપિયા 33.40 લાખની છેતરપિંડી કરી હતી. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.શ હેરના સાઉથ બોપલમાં આવેલા સફલ પરિસર-2માં રહેતા રોહન મહનાસ ગોલ્ફ કોચ તરીકે કામ કરે છે અને એક જાણીતી ક્લબમાં નોકરી કરે છે. બે મહિના પહેલા તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી ઓનલાઇન પાર્ટ ટાઇમની ઓફર કરવામાં આવી હતી.
જેમાં તેમણે કોલ કરતા ઇસ્ટાગ્રામના ટાસ્કને લાઇક અને શેર કરવાથી તેમને નાણાં મળશે. જે માટે પ્રથમ ટાસ્ક આપીને તેમના એકાઉન્ટમાં નાણાં આપ્યા હતા. તે પછી સાત હજાર રૂપિયા લઇને બીજુ ટાસ્ક આપીને તેની સામે 9200 રૂપિયા પરત કર્યા હતા. જેથી રોહનભાઇને વિશ્વાસ આવ્યો હતો અને તેમણે એડવાન્સ ટાસ્કમાં એક લાખ, 2.60 લાખ, 5.60 લાખ, 8.80 લાખના અલગ પેકેજ આપીને નાણાં લીધા હતા. જેની સામે થોડી રકમ પરત આપવામાં આવી હતી. તે પછી નાણાં બ્લોક થઇ ગયા છે અને તે પરત લેવા માટે બીજા ટાસ્ક લેવા પડશે તેમ કહીને 15 લાખની ટાસ્ક આપી હતી. જો કે તે પછી તેમને કહેવામાં આવ્યું હતું કે તમારો ક્રેડીટ સ્કોર 70 ટકા થઇ ગયો છે. જે રીપેર કરવા માટે બીજા 18 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. જેથી રોહનભાઇને છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા તેમણે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.