શોધખોળ કરો

અમદાવાદ બન્યું અગનભઠ્ઠી, 45.9 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

અમદાવાદમાં ગરમીનો પારો  45.9 ડિગ્રી પર પહોંચી ગયો છે. આ સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું.

Latest Ahmedabad Weather: સમગ્ર ગુજરાત હીટવેવની (heatwave in Gujarat) ઝપટમાં આવ્યું છે. રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ (red alert in Ahmedabad) જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ચાર દિવસથી લગાતાર ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં રાત્રીનું તાપમાન પણ વિક્રમજનક ઉચે નોંધાઈ રહ્યું છે. સાથોસાથ ભેજનું પ્રમાણ નહીંવત કહેવાય તેટલું નોંધાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે ગરમીના પારાની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી (hottest day of Ahmedabad) અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો  45.9 ડિગ્રી પર પહોંચી ગયો છે. આ સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં છેલ્લા સાત વર્ષના મે મહિનામાં ના નોંધાઈ હોય એટલી ગરમી આજે નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થયો છે. આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદની ગરમીથી શાહરૂખ ખાનને લાગી ગઈ લૂ

શાહરૂખ ખાનના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શાહરૂખ ખાનની ખરાબ તબિયત બગડતા કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતા ગઈકાલે આઈપીએલનો પહેલો પ્લે-ઓફ જોવા માટે અમદાવાદ આવ્યા હતા, કાળઝાળ ગરમીને કારણે તેમને હીટસ્ટ્રોક આવ્યો હતો.   

અંબાલાલ પટેલે કરી છે ગરમીને લઈ મોટી આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી 26 મે સુધી આકરમી ગરમી પડશે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આગામી 26 મે બાદ ગરમીમાં થશે ઘટાડો થશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં 40 ડિગ્રી નીચું જવાની શક્યતા છે.

ગરમીમાં રાહત મેળવવા શું કરવું

  • બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી
  • પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું વધુમાં વધુ પ્રમાણમાં સેવન કરવું
  • તાજા ફળો અને શાકભાજી ખાવાથી ગરમીમાં રાહત મેળવી શકાય છે
  • બહાર જતી વખતે છત્રીટોપીસ્કાર્ફ સાથે રાખવા
  • આચ્છા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં
  • કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો
  • ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો

અતિશય ગરમીમાં શું ન કરવું

  • તીખું ખાવાનું ટાળવું
  • આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળવું
  • ચા કોફી અને સોડાવાળા પીણાં પર નિયંત્રણ રાખવું
  • લાંબો સમય તડકામાં ન રહેવું
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: મનસુખ માંડવીયાને લઈ જવાહર ચાવડાનો વીડિયો થયો વાયરલ, કહ્યું, મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ ગણાવી
Gujarat Politics: મનસુખ માંડવીયાને લઈ જવાહર ચાવડાનો વીડિયો થયો વાયરલ, કહ્યું, મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ ગણાવી
આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે, ખેડૂતો માટે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે, ખેડૂતો માટે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gujarat Weather: આગામી બે દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Weather: આગામી બે દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો
Advertisement
metaverse

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાના નવા રેકેટનો થયો પર્દાફાશJunagadh Rain । જૂનાગઢ જિલ્લાના સાસણગીર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદValsad News । વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં મકાનનો સ્લેબ થયો ધરાશાયીMehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: મનસુખ માંડવીયાને લઈ જવાહર ચાવડાનો વીડિયો થયો વાયરલ, કહ્યું, મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ ગણાવી
Gujarat Politics: મનસુખ માંડવીયાને લઈ જવાહર ચાવડાનો વીડિયો થયો વાયરલ, કહ્યું, મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ ગણાવી
આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે, ખેડૂતો માટે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે, ખેડૂતો માટે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gujarat Weather: આગામી બે દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Weather: આગામી બે દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો
Valsad Rain: વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધમધોકાર વરસાદ, પાણી ભરાતા લોકોને ભારે હાલાકી
Valsad Rain: વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધમધોકાર વરસાદ, પાણી ભરાતા લોકોને ભારે હાલાકી
Hinduja Family: આ ઉદ્યોગપતિને નોકરો સાથે ખરાબ વર્તન કરવું ભારે પડ્યું, પરિવારના ચાર લોકોને જવું પડશે જેલમાં
Hinduja Family: આ ઉદ્યોગપતિને નોકરો સાથે ખરાબ વર્તન કરવું ભારે પડ્યું, પરિવારના ચાર લોકોને જવું પડશે જેલમાં
IND vs BAN: સળંગ જીત છતાં આજે 3 ફેરફારો કરશે કેપ્ટન રોહિત શર્મા ? બાંગ્લાદેશ સામે આવી હશે ભારતની પ્લેઇંગ-XI
IND vs BAN: સળંગ જીત છતાં આજે 3 ફેરફારો કરશે કેપ્ટન રોહિત શર્મા ? બાંગ્લાદેશ સામે આવી હશે ભારતની પ્લેઇંગ-XI
64000થી વધુ પગાર જોઈએ છો તો આ સરકારી બેંકમાં ફટાફટ કરો અરજી, કોઈ પરીક્ષા આપવી નહીં પડે
64000થી વધુ પગાર જોઈએ છો તો આ સરકારી બેંકમાં ફટાફટ કરો અરજી, કોઈ પરીક્ષા આપવી નહીં પડે
Embed widget