શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં પલ્લવ બ્રિજ બનીને તૈયાર, એક લાખ વાહનચાલકોને મળશે રાહત, ક્યારે થશે લોકાર્પણ ?

Ahmedabad Pallav bridge: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરજનોને વધુ એક સુવિધા મળી રહેશે. શહેરમાં ઠેક ઠેકાણે વાહનોના ટ્રાફિકને હળવો કરવા માટે બ્રિજ બનાવાઇ રહ્યાં છે

Ahmedabad Pallav bridge: અમદાવાદી માટે વધુ એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં વધુ એક બ્રિજ બનીને તૈયાર થયો છે અને આગામી દિવસોમાં તેને ખુલ્લો મુકવામાં આવી શકે છે, બ્રિજનું નામ પલ્લવ બ્રીજ છે. અમદાવાદ શહેરમાં 132 ફૂટ રિંગ રોડ પર બે જંક્નશને આવરી લેતો પલ્લવ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. આગામી મે મહિનામાં આ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. હાલમાં બ્રિજની મજબૂતાઈ ચકાસ માટે લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 935 મીટર લાંબો પલ્લવ બ્રિજ તૈયાર થઈ જતાં 1 લાખથી વાહન ચાલકોને મોટી રાહત મળવાની છે. 

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરજનોને વધુ એક સુવિધા મળી રહેશે. શહેરમાં ઠેક ઠેકાણે વાહનોના ટ્રાફિકને હળવો કરવા માટે બ્રિજ બનાવાઇ રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદમાં વધુ એક બ્રિજ એટલે કે પલ્લવ બ્રિજની કામગીરી પુરી થઇ ગઇ છે. આ બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે, હાલમાં આ બ્રિજની મજબૂતાઈ માટે લૉડ ટેસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે, 300 ટન વજનના 10 ટ્રકની મદદથી લૉડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મે મહિનામં આ બ્રિજનું લોકાર્પણ થવાની સંભાવના છે, જ્યારે ખુલ્લા મુકાશે તે પછી એક લાખ વાહનચાલકોને રાહત મળશે કેમકે લોકોને બે જંક્શન પર ઉભા રહેવું નહીં પડે.

GSRTC મોટી પહેલ, સોમનાથ દર્શન અને નડાબેટ-વડનગર-મોઢેરા માટે શરૂ કરાયું એસી વૉલ્વો બસ સ્પેશ્યલ ટૂર પેકેજ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના નાગરિકોને આરામદાયક ટૂર પેકેજ ઉપલબ્ધ કરાવવા પ્રવાસન નિગમ અને GSRTC દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો-પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટુર પેકેજની શરૂઆત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સકારાત્મક નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની અફોર્ડેબલ અને આરામદાયક મુલાકાતનો લાભ મળશે.

સોમનાથ દર્શન ટૂર પેકેજ - 
તા.૨૮મી એપ્રિલ-૨૦૨૪થી રાણીપ, અમદાવાદથી નિયમિત ધોરણે સવારે ૬:૦૦ કલાકે અધ્યતન એ.સી. વૉલ્વો બસ ઉપડી, બપોરે ૪:૦૦ કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે.

પેકેજ વિગત: બે દિવસ/એક રાત્રિનું પેકેજ, પ્રતિ વ્યક્તિ રૂ. ૪ હજાર (સિંગલ શેરિંગ) અને રૂ. ૭૦૫૦(ડબલ શેરિંગ હોટેલ રૂમ સહિત).

સમાવેશ: GSRTCની અધ્યતન એ.સી. વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ, સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત. બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ.

વધારાની સુવિધા: સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા.

નડાબેટ, વડનગર અને મોઢેરા ટુર પેકેજ (તા.૨૬મી એપ્રિલ ૨૦૨૫થી દર શનિવાર અને રવિવારે)

નડાબેટ સીમા દર્શન - 
અમદાવાદથી સવારે ૬:૦૦ કલાકે ઉપડી, બપોરે ૧૨:૩૦ કલાકે નડાબેટ પહોંચશે. 
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. ૧૮૦૦.

વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર - 
 
અમદાવાદથી સવારે ૯:૦૦ કલાકે ઉપડી, ૧૧:૧૫ કલાકે વડનગર અને ૫:૩૦ વાગ્યે મોઢેરા પહોંચશે. 
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. ૧૧૦૦.
સમાવેશ: નડાબેટ સીમા દર્શન, વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ-સાઉન્ડ શોની મુલાકાત. ગાઈડની વ્યવસ્થા.

તમામ ટુર પેકેજમાં ભોજન (લંચ, બ્રેકફાસ્ટ, ચા-પાણી, ડિનર) અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીએ જાતે ભોગવવાનો રહેશે.

વધુ માહિતી અને એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.inની મુલાકાત લો.

રાજ્ય સરકારના આ પ્રયાસથી પ્રવાસીઓને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની દર્શન/મુલાકાતનો લાભ આરામદાયક અને ઇકોનોમી ભાવે મળશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું  પસાર
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું પસાર
Advertisement

વિડિઓઝ

Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું  પસાર
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું પસાર
SIR ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં ? ઘરે બેઠા આ રીતે કરો ચેક, એકદમ સિમ્પલ છે પ્રોસેસ 
SIR ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં ? ઘરે બેઠા આ રીતે કરો ચેક, એકદમ સિમ્પલ છે પ્રોસેસ 
BCCI એ અચાનક બોલાવી મોટી બેઠક! ગૌતમ ગંભીર-અગરકર સાથે ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
BCCI એ અચાનક બોલાવી મોટી બેઠક! ગૌતમ ગંભીર-અગરકર સાથે ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Parliament Session: ખડગેએ સંસદમાં કેમ કહ્યું કે, આ તરફ ન જોશો, આ તરફ છે  ખતરો
Parliament Session: ખડગેએ સંસદમાં કેમ કહ્યું કે, આ તરફ ન જોશો, આ તરફ છે ખતરો
Embed widget