શોધખોળ કરો

Ahmedabad: રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ભોગ બનનારાના પરિવારો સાથે કરશે મુલાકાત

Rahul Gandhi: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનનાર લોકોના પરિવારજનો અમદાવાદ જવા માટે રવાના થયા છે. આ લોકો રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.

Latest Ahmedabad News: લોકસભામાં વિરોધ પક્ષના નેતા (Lop Lok Sabha Rahul Gandhi) રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. (Rahul Gandhi Gujarat Visit) લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે ગેમઝોન  (Rajkot TRP Game Zone incident) અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળશે. અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઇન વાત કરી હતી. મૃતક આશાબેન કાથડના પરિવારજનોએ કહ્યું અમે રાહુલ ગાંધીને મળીશું. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ રાજકોટથી પીડિત પરિવારોને અમદાવાદ લઈ જશે.

રાહુલ ગાંધીનો કાર્યક્રમ

  • બપોરે 1 કલાકે 12:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ટર્મીનલ 1 પર પહોંચશે રાહુલ ગાંધી
  • બપોરે 1 કલાકે કોંગ્રેસના આગેવાનો સાથે વાસણા પોલીસ મથકે પહોંચશે રાહુલ ગાંધી
  • બપોરે 1:30 કલાકે કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સંબોધન કરશે
  • બપોરે 2 કલાકે પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસના કાર્યકરોના પરિવારો સાથએ કોંગ્રેસ કાર્યલય ખાતે મુલાકાત કરશે
  • બપોરે 2:30 રાજકોટ અગ્મિકાંડ, મોરબી બ્રીજ દૂર્ઘટના, વડોદરા હરણાકાંડ અને સુરતના તક્ષશિલા અગ્મિકાંડમાં ભાગ બનેલા પરિવારના સભ્યો સાથે કોંગ્રેસ કાર્યલય ખાતે મુલાકાત કરશે

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનનાર લોકોના પરિવારજનો અમદાવાદ જવા માટે રવાના થયા છે. અમદાવાદમાં આજે ભોગ બનનારના પરિવારજનો રાહુલ ગાંધીને મળશે. આ પહેલા રાહુલ ગાંધીએ પરિવારજનો સાથે ઓનલાઈન મીટીંગ કરી હતી. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ પીડિત પરિવારોને,રાહુલ ગાંધીને મળવા માટે અમદાવાદ લાવી રહ્યા છે.

શુક્રવારે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સામનો કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા રાહુલ ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. 6 જુલાઇએ રાજ્યના તમામ કાર્યકર્તાઓને અમદાવાદ આવવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે કહ્યું રાજ્યનું વૈચારિક લડાઈ ને ગુંડાગીરી સુધી ન લઈ જવાય. પહેલીવાર વાર એવું બન્યું કે પક્ષની ઓફિસ પર તોડફોડ કરવામાં આવી. ભાજપના ગુંડાઓએ અસ્મિતાને કલંકિત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દીવાલ બની રક્ષણ કર્યુ, વિના મંજૂરી એ ગુંડા આવ્યા, એમને ઉઠાવ્યા હોત તો ઘર્ષણ ન થયું હોત. કેટલાક પોલીસ અધિકારીઓનો દુરુપયોગ થયો. જો ભવિષ્યમાં આવું કોઈ અધિકારી કરશે, માફ નહી કરીએ. રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળે તેવી લોકોને અપીલ છે.

કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડના પીડીત પરિવારો રાહુલ ગાંધીને મળવા જવાના છે તેમાં એકને ધારાસભ્યનો ફોન આવ્યો હતો, બીજાને તમને મુખ્યમંત્રીને મળાવી દેશું તેવી લાલચ અપાઈ તો અન્ય એકને પોલીસે તપાસના કામે જ બોલાવવા પ્રયાસ કર્યો છે. આવા હથકંડાને બદલે ભાજપ સરકારે આવી ઘટનાઓ ન બને તેના પર લક્ષ્ય આપવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
Embed widget