Share Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળો
Share Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળો
લાંબા સમય બાદ હવે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીમાં 500 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો. 1700 પોઇન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 7860 પર. 500 પોઇન્ટના ઉછાળા સાથે નિફ્ટી 23860 પર જોવા મળ્યો તો ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો અને ઘટાડા બાદ આજે જ્યારે ભારતીય શેર બજાર ખુલ્યું ત્યારે ખુલતાની સાથે જ તેજી જોવા મળી હતી. હવે શાનદાર તેજી લાંબા સમય બાદ આ ભારતીય શેર બજારમાં જોવા મળી. માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને સેક્ટર સ્પેસિફિક વાત કરવા જઈએ તો સેન્સેક્સ અને નિફ્ટીના તમામે તમામ સેક્ટર ઇન્ડેક્સ છે તે અત્યારે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. મતલબ કે સાર્વત્રિક લેવા જ ભારતીય સિરબજારમાં જોવા મળી રહી છે અને તેના મૂળભૂત કારણોમાં જોવા જઈએ તો ગઈકાલે અમેરિકા ખાતે અદાણી ગ્રુપને લઈને જે આક્ષેપ થયા તેમાં કોઈ ભલે મતલબ કોઈ અત્યક્ષતા લાગતી નથી તેવું રોકાણકારોનું માનવું છે અને ત્યારબાદ આવતી કાલે જે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના પરિણામ આવશે, તેમાં સત્તાલક્ષી પક્ષ છે તેનું પલ્લું ભારે રહેશે તેવી એક તેવું એવું એક્ઝિટ પોલ ઉપરથી દેખાઈ રહ્યું છે, તો તેનું પણ એક પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યા છે અને અત્યારે ભારતીય શેર બજાર બંધ થવામાં સવા કલાક દોઢ કલાકની જ વાર છે ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી તેના દિવસના ઉત્તમ સ્તર ઉપર ટ્રેડ કરી રહ્યા છે.