શોધખોળ કરો

Ahmedabad: શહેરમાં 10 અને 14 મેએ ઓરેન્જ એલર્ટ, લોકોને બહાર ના નીકળવા અપીલ, હૉસ્પીટલમાં હિટ સ્ટ્રૉક વૉર્ડ ઉભા કરાયા

અમદાવાદમાં આગામી દિવસોમાં એટલે કે 10 અને 14 મેએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ માટે તમામ UHC ખાતે ORSની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે

Ahmedabad: ગુજરાતમાં ફરી એકવાર સૂર્યનો પ્રકોપ શરૂ થઇ ગયો છે, કોમોસમી વરસાદ અને માવઠાઓની વચ્ચે હવે ફરી એકવાર લોકો સખત તડકામાં શેકાવવા માટે તૈયાર થઇ જાઓ. કેમ કે અમદાવાદમાં આગામી દિવસોમાં ભારે ગરમી પડવાના આગાહી કરવામાં આવી છે, યલો ઓરેન્જ બાદ હવે ઓરેન્જ એલર્ટ માટે લોકોને ચેતવવામાં આવ્યા છે. 
 
અમદાવાદમાં આગામી દિવસોમાં એટલે કે 10 અને 14 મેએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ માટે તમામ UHC ખાતે ORSની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. 

ખાસ કરીને કામદારો, કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કાર્યરત શ્રમિકો બપોરના સમયે પોતાના કામ બંધ રાખે એવી પણ માંગ કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શહેરની અલગ અલગ હૉસ્પીટલોમાં હિટ સ્ટ્રૉક વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. એસીમાંથી સીધા ગરમીમાં જનાર લોકોને હિટ સ્ટ્રૉકનો ભોગ બની શકે છે. આ ઉપરાંત જો ગરમીના દિવસોમાં ચક્કર આવે, તાવ આવે કે પછી માથામાં દુઃખાવા સહિતના લક્ષણો અનુભવાય તે તાત્કાલિક ધોરણે ડૉક્ટરોનો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યુ છે.

અમદાવાદીઓ ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન! બે દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી

Gujarat Weather: કમોસમી વરસાદે વિરામ લેતા જ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. હજુ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જશે. અમદાવાદમાં તો 42 ડિગ્રીને પાર તાપમાન જઈ શકે છે.

સોમવારે સુરેન્દ્રનગર રહ્યું ગુજરાતનું સૌથી ગરમ શહેર. સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે ભૂજ, રાજકોટ, ડીસા, ગાંધીનગર, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 11 અને 12 મે એ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને ગરમીનો પારો 43 ડીગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે.

અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતા  છે. 10થી 18માં સર્જાવાની શક્યતા છે. જે 10,11,12 રુદ્ર સ્વરુપ ધારણ કરશે. તેની અસરના લીધે બંગાળના દરિયા કાંઠે ભારે પવન સાથે વરસાદ થશે. આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ અને મ્યાનમારમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 

ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાના કારણે અરબ સાગરનો ભેજ જે છે એ બંગાળના ઉપસાગર તરફ ખેંચાશે જેના કારણે ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા છે. દેશના ઘણા ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે. એટલે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી થવાની શક્યતા છે. વડોદરા આણંદ અને અમદાવાદમાં વધારે ગરમી પડશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે ગરમી પડવાની શક્યતા છે. 

આ ઉપરાંત તેમણે કહ્યું કે  અરબી સમુદ્રમાં એક હળવા પ્રકારનું ચક્રવાત થવાની શક્યતા છે, જે 28 મેથી 10 જૂન થવાની શક્યતા છે. જો તેનો માર્ગ ગુજરાત તરફ હશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget