શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ahmedabad: પાનના ગલ્લા, ચાની કિટલીઓ બાદ હવે શું બંધ કરવા અપાઈ સૂચના ? જાણો મોટા સમાચાર

અમદાવાદમાં સતત ચોથા દિવસે પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં વધી રહેલા કેસને લઈ તંત્ર દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાએ તાંડવ કરવાનું શરૂ કર્યુ છે. રોજ કોરોનાના કેસ નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત ખરાબ છે.  અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદમાં સતત ચોથા દિવસે પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં વધી રહેલા કેસને લઈ તંત્ર દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરમાં પાનના ગલ્લાઓ અને ચા ની લારીઓ બાદ હેર સલુનની દુકાનો બંધ કરાવવા મૌખિક આદેશ આપ્યો છે. સવારે AMCની ટીમો દ્વારા અલગ અલગ સ્થળોએ હેર કટિંગ સલુન બંધ કરાવવા સૂચના આપવામાં આવી હતી. માસ્ક હોવા છતાં પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોવાના કારણોસર દુકાનો બંધ કરવા આદેશ કરાયો છે.

સતત ચોથા દિવસે 5 હજારથી વધુ કેસ

તારીખ

કેસ

મોત

25 એપ્રિલ

5790

27

24 એપ્રિલ

5617

25

23 એપ્રિલ

5411

21

22 એપ્રિલ

5142

23

કુલ

21960

96

અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ

અમદાવાદ શહેરમાં કુલ કેસનો આંક 1 લાખ 33 હજાર 106 કેસ પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2 હજાર 721 થયો છે. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસનો આંક પણ 43 હજાર 899 પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં એપ્રિલના 25 દિવસમાં જ કોરોનાના 60 હજારથી વધુ એટલે 64 હજાર 702 કેસ નોંધાયા અને 421 દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદમાં રવિવારે વધુ 1 હજાર 590 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં શહેરમાં કુલ 80 હજાર 138 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા હતા.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે. રાજ્યમાં આજે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget