Ahmedabad: યુવકની ધમકીના પગલે ભાવનગરની પરિણીતા આવી શહેરમાં, બંને રહ્યા સાથે ને પછી....
Ahmedabad News: ભાવનગરની એક પરિણીતાને શહેરનો યુવક ગીતામંદિર બસ સ્ટેન્ડ પર છોડીને જતો રહ્યો હતો.
Ahmedabad News: અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરની એક પરિણીતાને શહેરનો યુવક ગીતામંદિર બસ સ્ટેન્ડ પર છોડીને જતો રહ્યો હતો. જે બાદ મહિલાએ હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો.
શું છે મામલો
ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી એક યુવકે મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને કહ્યું, ભાવનગરથી એક યુવક મહિલાને અમદાવાદ લાવ્યા બાદ બસ સ્ટેન્ડ પર મૂકીને જતો રહ્યો છે. જે બાદ ટીમે પહોંચીને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું. જેમાં જાણવા મળ્યું, મહિલા ભાવનગરની રહેવાસી છે અને ત્રણ સંતાન છે. યુવક ઘણા સમયથી લગ્ન માટે દબાણ કરતો હતો પણ મહિલાએ ના પાડી હતી. જેથી યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને તને તથા તારા સંતાન, પતિને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેના કારણે મહિલા ગભરાઈ ગઈ હતી અને ભાવનગરથી અમદાવાદ આવી હતી.
એક દિવસ સાથે રોકાયા ને....
બાદમાં બંને એક દિવસ સાથે રોકાયા હતા અને બીજા દિવસે યુવકે મહિલાના ફોનમાંથી સીમકાર્ડ તોડીને નાંખી દીધું હતું. જે બાદ પલાયન થઈ ગયો હતો. પતિ સ્વીકારશે નહીં તેવા ડરથી મહિલા બસ સ્ટેન્ડ પર બે દિવસ સુધી બેસીને રડતી હતી. ત્યારબાદ 181ની ટીમે તેના પતિને જાણ કરી હતી.
પતિ પણ પત્નીને શોધતો હતો
પતિ પણ પત્નીને શોધતો હતો પણ કોઈ ભાળ ન મળતાં પોલીસમાં જાણ કરી હતી. પત્ની સાથે થયેલી ઘટનાના પગલે પતિ પણ ચોંકી ગયો હતો. 181ની ટીમે મહિલાના પતિને સમગ્ર ઘટના કહી ત્યારે તેણે કહ્યું, હું મારી પત્નીને સ્વીકારીશ. હું અત્યારે જ આવીને તેને લઈ જાવ છું. પતિ આવ્યો ત્યાં સુધી મહિલાને આશ્રયગૃહમાં રાખવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
યુક્રેનના અનેક શહેરો પર બોંબમારો, રશિયન સેનાએ કિવની કરી ઘેરબંધી, આ રહ્યો પુરાવો
રશિયાએ યુક્રેનનાં લોકોનાં ઘરો પર બોમ્બમારો કરીને 350 લોકોની કરી હત્યા, યુક્રેનના દાવાથી ખળભળાટ