શોધખોળ કરો

Ahmedabad : યુવતી દિયર સાથે રૂમમાં માણી રહી હતી એકાંત ને 6 વર્ષનો દીકરો જોઇ ગયો, ને પછી....

અપરણીત દિયર સાથે ભાભીને આંખ મળી ગઈ હતી અને તેનો પરિવારના સભ્યોની ગેરહાજરીમાં ઘરમાં જ રંગરેલિયા મનાવતા હતા. આ જ  સમયે 6 વર્ષીય હાર્દિક અચનાક રૂમમાં આવી ગયો હતો અને મમ્મીને કાકા સાથે જોઈ ગયો હતો.

અમદાવાદઃ વિરમગામ તાલુકાના એક ગામમાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જે  વાંચીને તમે તેમના પર ફીટકાર વરસાવશે. હવસખોર માતાએ પોતાનું પ્રેમપ્રકરણ ખુલ્લુ ન પડી જાય તે માટે ખૂદ પોતાના જ 6 વર્ષના દીકરાની હત્યા કરી નાંખી હતી અને પછી દીકરો ગુમ થયો હોવાની વાત ઘડી કાઢી હતી. જોકે, પોલીસે તપાસ કરી બાળકની હત્યા થઈ હોવાનો ખુલાસો કર્યો છે અને હત્યારી માતા અને તેને સાથ આપનારા દિયરની ધરપકડ કરી લીધી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, વિરમગામ તાલુકાના એક ગામમાં એક પરિવાર રહેતો હતો. આખો પરિવાર સંયુક્ત કુટુંબમાં રહેતો હતો. જેમાં મોટાભાઈના લગ્ન થઈ ગયા હતા અને તેમને લગ્ન સંબંધથી 6 વર્ષીય દીકરો અને 3 વર્ષીય દીકરી હતી. જ્યારે નાનો ભાઈ અપરણીત હતો. આ અપરણીત દિયર સાથે ભાભીને આંખ મળી ગઈ હતી અને તેનો પરિવારના સભ્યોની ગેરહાજરીમાં ઘરમાં જ રંગરેલિયા મનાવતા હતા. 

એક દિવસ ઘરે કોઈ ન હોવાથી દિયર-ભાભી રૂમમાં રંગરેલિયા મનાવી રહ્યા હતા. આ જ  સમયે 6 વર્ષીય હાર્દિક અચનાક રૂમમાં આવી ગયો હતો અને મમ્મીને કાકા સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. દીકરો બંનેને જોઇ જતાં બંને હેબતાઇ ગયા હતા અને પોતાના આડાસંબંધોની પોલ ખુલી જવાની તેમને બીક લાગવા માંડી હતી. જેથી તેમણે પોતાનું પ્રેમપ્રકરણ ખુલ્લુ ન પડી જાય તે માટે દીકરાની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. 

આ પ્રમાણે, 28 સપ્ટેમ્બર 2018માં મમ્મી અને દિયર દીકરાને ખેતર લઈ ગયા હતા. અહીં કાકાએ ભત્રીજાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને લાશ બાળીને નાશ કરી નાંખ્યો હતો. તેમજ તેના અવશેષ કોથળામાં ભરી દાટી દીધા હતા. તેમજ આ પછી તે નોકરી પર જતો રહ્યો હતો અને પરિણીતા ઘરે આવી ગઈ હતી. બીજા દિવસે દાટેલો કોથળો કાઢી પુરાવાનો નાશ કરી દીધો હતો. 

બીજી તરફ 6 વર્ષીય દીકરો ઘર આંગણેથી ગુમ થયો હોવાની પરિવાર વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ અંગે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, દિયર અને ભાભીને આડાસંબંધો છે. તેમજ આ આડાસંબંધોની દીકરાને ખબર પડી જતાં પોતાનો ભાંડો ન ફૂટી જાય તે માટે ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી. આમ, પોલીસે આ ગુનામાં હત્યારા દિયર-ભાભીને ઝડપી પાડ્યા છે તેમજ અત્યારે તેઓ રિમાન્ડ પર છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

Embed widget