શોધખોળ કરો

અમદાવાદ પોલીસ કમિશનર દ્રારા નવી પહેલ, હવે પોલીસકર્મીઓ માટે પ્રમોશનનો દિવસ યાદગાર બની રહેશે 

અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસની સરાહનિય કામગીરીને લઈ  એક પહેલ શરુ કરાઈ છે. ઉચ્ચ અધિકારીઓ અને પરિવારની હાજરીમાં પ્રમોશનનો બેઝ  આપવામાં આવશે.

અમદાવાદ: પોલીસની નોકરી માટે યુવાનો સતત મહેનત કરતા રહે છે. કોન્સ્ટેબલની ભરતી માટે પણ યુવકો દિવસ રાત મહેનત કરતા હોય છે. પોલીસકર્મી પરિવારથી દૂર રહી લોકોની સુરક્ષા માટે સતત દિવસ-રાત કામ કરતા રહે છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસની સરાહનિય કામગીરીને લઈ  એક પહેલ શરુ કરાઈ છે.  જેમાં કોન્સ્ટેબલથી પ્રમોશન મેળવી હેડ કોન્સ્ટેબલ બને ત્યારે ઉચ્ચ અધિકારીઓ અને પરિવારની હાજરીમાં પ્રમોશનનો બેઝ  આપવામાં આવશે. આમ કરવાનું કારણ કે  આ દિવસ પોલીસકર્મી માટે હંમેશા યાદગાર રહેશે. 

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા  આ નવી પહેલ શરુ કરાઈ છે.  નોકરીમાં કોન્સ્ટેબલને જ્યારે પ્રમોશન મળતું  ત્યારે હેડ કોન્સ્ટેબલ બનતા  ત્યારે તેઓ જાતે જ  બેઝ લગાવી દેતા હતા. હવે આ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે.  અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા  જી.આર. બહાર પાડવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં આગામી પ્રમોશન દરમિયાન પોલીસકર્મીને તેમનું પ્રમોશન ખાસ યાદગાર બને એ માટે આયોજન કરાશે. 

આગામી સમયમાં અમદાવાદ શહેરના 250 પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનશે.  પોલીસ કોન્સ્ટેબલને જ્યારે પ્રમોશન મળશે ત્યારે સિનિયર અધિકારીઓ તેમને બેઝ લગાવશે. આ દરમિયાન  તેમના પરિવારના સભ્યો પણ હાજર રહેશે.  

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે કહ્યું કે,  પોલીસ કોન્સ્ટેબલને પ્રમોશન યાદગાર રહે અને  પરિવારની સાથે  બેઝ લગાવવામાં આવે એ ખૂબ મહત્વનું અને યાદગાર બની જાય છે. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલની કામગીરીને ઘણી વખત સામાન્ય રીતે ધ્યાનમાં  લેવામાં આવતી નથી.  પરંતુ પ્રમોશનના દિવસને યાદગાર બનાવવામાં આવે તો  તે તેમના જીવનમાં એક ખૂબ જ મહત્ત્વ પ્રસંગ બનશે. આગામી સમયમાં અમદાવાદ શહેરના 250 પોલીસ કોન્સ્ટેબલને પ્રમોશન મળશે.  

પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે દિવસ-રાત કામ કરતા હોય છે. તહેવાર દરમિયાન તેઓ પોતાના પરિવારથી દૂર રહી લોકોની સુરક્ષા માટે કામ કરે છે. લોકોની સુરક્ષા માટે પોતાની ફરજ નિભાવતા હોય છે.  પોલીસ કોન્સ્ટેબલના પ્રમોશનને હંમેશા માટે યાદગાર  પ્રસંગ બનાવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક  દ્વારા ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અમદાવાદ પોલીસ કમિશનર દ્રારા નવી પહેલ, હવે પોલીસકર્મીઓ માટે પ્રમોશનનો દિવસ યાદગાર બની રહેશે 

પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ પ્રમોશન 

રેન્ક સેરેમનીમાં ઉપસ્થિત સિનિયર અધિકારી દ્વારા પ્રમોશન મેળવનાર પોલીસ કોન્સ્ટેબલના જમણા હાથમાં સોલ્ડર નીચે હેડ કોન્સ્ટેબલનો બેઝ લગાવી બઢતી અંગેની રેન્ક સેરેમનીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

હેડ કોન્સ્ટેબલથી ASI પ્રમોશન

રેન્ક સેરેમનીની પ્રક્રિયા દરમિયાન સબંધિત ઈન્ચાર્જ દ્વારા બઢતી પામનાર કર્મચારીના જમણા ખભા ઉપરની હેડ કોન્સ્ટેબલનો બેઝ કાઢવાનો રહેશે. સબંધિત ઈન્ચાર્જ દ્વારા એક તરફના સોલ્ડર પર ASIનો બેઝ લગાવવાના રહેશે. આ જ સમયે બીજી તરફના સોલ્ડર પર કર્મચારીના પરિવાર પૈકી એક સભ્ય દ્વારા બેઝ લગાડવાની પ્રક્રિયા કરાવવાની રહેશે.

ASIથી PSI પ્રમોશન

રેન્ક સેરેમનીની દરમિયાન સબંધિત નાયબ પોલીસ કમિશનર તથા કર્મચારીના પરિવાર પૈકીના સભ્ય દ્વારા બઢતી પામનાર કર્મચારીના ASI તરીકેના જુના સોલ્ડર બેઝને એકસાથે ઉતારવાના રહેશે. સબંધિત નાયબ પોલીસ કમિશનર દ્વારા એક તરફના સોલ્ડર પર PSIનો બેઝ લગાવવાનો રહેશે. આ સમયે બીજી તરફના સોલ્ડર પર કર્મચારીના પરીવાર પૈકી એક સભ્ય દ્વારા બેઝ લગાડવાની પ્રક્રિયા કરાવવાની રહેશે.

PSIથી PI પ્રમોશન 

રેન્ક સેરેમની દરમિયાન  પોલીસ કમિશનર દ્વારા તથા અધિકારીના પરિવારના સભ્ય દ્વારા બઢતી પામનાર અધિકારીના PSI તરીકેના જુના સોલ્ડર બેઝને એકસાથે ઉતારવાના રહેશે. સબંધિત એડિશનલ સીપી, જોઈન્ટ સીપી દ્વારા એક તરફના સોલ્ડર પર PIનો બેઝ લગાવવાનો રહેશે. આ સમયે બીજી તરફના સોલ્ડર પર અધિકારીના પરિવાર પૈકી એક સભ્ય દ્વારા બેઝ લગાડવાની પ્રક્રિયા કરાવવાની રહેશે.

રેન્ક સેરેમનીની દરમિયાન પોલીસ કમિશનર તથા અધિકારીના પરિવારના સભ્ય દ્વારા બઢતી પામનાર અધિકારીના સોલ્ડર બેઝને એકસાથે ઉતારવાના રહેશે. પછી જે અધિકારી લેવલ 13Aથી 14 અને 14થી 15માં પ્રમોશન પામતા હોય તેઓની Gorget Patches (Collar Dog) એકસાથે કાઢવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. પોલીસ કમિશનર દ્વારા એક તરફના સોલ્ડર પર ACP/DCP/Addl.CP/JCP/Sp.CPનો બેઝ લગાવવાનો રહેશે અને આ જ સમયે બીજી તરફના સોલ્ડર પર અધિકારીના પરિવાર પૈકી એક સભ્ય દ્વારા બેઝ લગાડવાની પ્રક્રિયા કરાવવાની રહેશે. બેઝ લગાડયા પછી સબંધિત Gorget Patches (Collar Dog) લગાડવાની કાર્યવાહી પણ તે સાથે જ કરવાની રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Embed widget