શોધખોળ કરો
માસ્કનો દંડ વસૂલવામાં ભાન ભૂલી અમદાવાદ પોલીસ, યુવતીને જાહેરમાં જ લાફા ચોડી દીધા
વાયરલ વીડિયોમાં જે પોલીસકર્મી યુવતી પર હાથ ઉઠાવી રહ્યો છે તેને સસ્પેંડ કરવાની માગ કરવામાં આવી રહી છે.
માસ્કનો દંડ વસૂલવા પોલીસે કરેલી વિવાદીત કાર્રવાઈ બાદ હવે પોલીસ હરકતમાં આવી છે. ખાખી વર્દીને લજવનારી એક ઘટના અમદાવાદના નવરંગપુરામાં બની છે. રાજકીય મેળાવળામાં ભલે નેતાઓ સામે કોઈ કાર્રવાઈ ન કરે પણ સામાન્ય નાગરિકો પર તો રૌફ જામવતા પોલીસ જોવા મળી છે.
ખાદીની શેહશરમ રાખતા ખાખી વર્દીધારીની ગુંડાગર્દીના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. જેમાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક પોલીસકર્મી યુવતીને જાહેરમાં થપ્પડ મારતો વીડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા પોલીસકર્મી પોલીસ વાનમાં બેઠેલા એક વ્યક્તિ પર હાથ ઉપાડે છે અને બાદમાં એક યુવતીને જાહેરમાં જ તમાચા ચોડી દે છે. સોશલ મીડિયામાં વાયરલ આ વીડિયોથી ચારેય તરફથી ફિટકાર વરસી રહી છે.
વાયરલ વીડિયોમાં જે પોલીસકર્મી યુવતી પર હાથ ઉઠાવી રહ્યો છે તેને સસ્પેંડ કરવાની માગ કરવામાં આવી રહી છે. સોશલ મીડિયામાં વીડિયો વાયરલ થતા અમદાવાદ પોલીસ હરકતમાં આવી છે. બી ડિવિઝન પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે અને વીડિયોની તપાસ કરીને જવાબદાર પોલીસકર્મી સામે કડક કાર્રવાઈ કરવાની ખાતરી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement