શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં શરૂ થયો ધોધમાર વરસાદ, જાણો કયા કયા વિસ્તારમાં છે વરસાદ
અમદાવાદના પ્રહલાદનગર, ગોતા, ઘાટલોડિયો, એસજી હાઈવે, બોપલ, સરખેજ-મકરબા, ચાંદલોડિયા, વૈષ્નોદેવી, સોલા-ભાગવત, ચાણક્યપુરી વગેરે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદઃ શહેરના વાતાવરણમાં સમી સાંજે પલટો આવ્યો હતો અને ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.
અમદાવાદના પ્રહલાદનગર, ગોતા, ઘાટલોડિયો, એસજી હાઈવે, બોપલ, સરખેજ-મકરબા, ચાંદલોડિયા, વૈષ્નોદેવી, સોલા-ભાગવત, ચાણક્યપુરી વગેરે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં વરસાદે બે દિવસના વિરામ બાદ ફરી ધમાકેદાર એન્ટ્રી કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું ત્યારે રાત્રે 8 વાગ્યાની આસપાસથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદથી બચવા ઘણા લોકો વૃક્ષ નીચે ઉભા રહી ગયા હતા તો અમુક જગ્યાએ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
વરસાદના કારણે વાસણા બેરેજના 2 દરવાજા ખોલીને 5528 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
આર્ચરના બાઉન્સરને રમી ન શક્યો સ્મિથ, ગરદન પર બોલ વાગતા માંડ માંડ બચ્યો જીવ, જાણો વિગત
કોચ બનતાં જ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- મને ટીમ પર...........
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સહિત આ ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion