શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1.98 ઈંચ વરસાદ , અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1.98 ઈંચ વરસાદ વરસ્યો છે અને સિઝનનો આ વર્ષે સરેરાશ 28.79 ઈંચ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદ: શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારની મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. શનિવારે રાતથી વરસાદ શરૂ થયો અને અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. જો કે, આજે સવારથી કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે. અમદાવાદ જિલ્લાના સાણંદ સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે હાઇવે પર વાહનચાલકોને વિઝિબિલિટી ઓછી થતાં મુશ્કેલી સર્જાઈ રહી છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1.98 ઈંચ વરસાદ વરસ્યો છે અને સિઝનનો આ વર્ષે સરેરાશ 28.79 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારથી જ રાણીપ, વાડજ, ઘાટલોડિયા, એસ જી હાઈવે, પ્રહલાદનગર, બોપલમાં વરસાદ વરસી રહ્યો છે. તો બાપુનગર, નરોડા, નિકોલ, ઈંડિયાકોલોની, ઠક્કરબાપાનગર, મણિનગરમાં પણ વરસાદ નોંધાયો છે.
સતત વરસી રહેલા વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સરસપુર વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાયા છે. વસ્ત્રાપુરમાં નિર્માણ હાઈસ્કુલ પાસે મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે. જશોદાનગરમા ગટર ઉભારાવાના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં 27 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement