Ahmedabad: સી-પ્લેનને લાગ્યું રિપેરિંગનું ગ્રહણ, 11 મહિનામાંથી 7 મહિના બંધ, અત્યાર સુધીમાં 2500 પ્રવાસીઓને લીધો લાભ
સિવિલ એવિયેશનના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ સર્વિસમાં 284 વખત ઉડાન ભરવામાં આવી છે.
અમદાવાદના રિવરફ્રંટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી પ્લેન સુવિધાને રિપેરિંગનું ગ્રહણ લાગી ચૂક્યું છે. સી પ્લેનમાં વપરાતુ પ્લેન વારંવાર મરામત માટે બહાર લઈ જવુ પડે છે. આ સુવિધાને 11 મહિના થયા છે. પરંતુ તે પૈકી સાત મહિના તો બંધ રહી છે. 31 ઓક્ટોબર 2020માં રિવરફ્રંટથી કેવડિયા સુધી આ સી પ્લેનની સુવિધા શર કરવામાં આવી હતી.
આ સર્વિસમાં એકસાથે 19 લોકો બેસી શકે છે. અત્યાર સુધીમાં 2500 જેટલા લોકોએ તેમાં મુસાફરી કરી છે. ચોંકાવનારી વાત તો એવી છે કે આ સેવા શરૂ થયા પછી અત્યાર સુધીમાં 200થી વધુ દિવસો સુધી બંધ રહી છે. કારણ કે તેના એયરક્રાફ્કને મરામત કામ માટે વારંવાર માલદિવ્સ મોકલવામાં આવ્યું છે.
સિવિલ એવિયેશનના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ સર્વિસમાં 284 વખત ઉડાન ભરવામાં આવી છે. હાલ સ્પાઈસ જેટની પેટા કંપની સ્પાઈસ શટલ સી-પ્લેન ચલાવે છે. આ સર્વિસ માટે વિમાન ઉપ્તાદકો સાથે ચર્ચા ચાલી રહી છે. પરંતુ નવુ પ્લેન ક્યારે આવશે તે નિશ્ચિત નથી. ત્યારે રાજ્યના નવા સિવિલ એવિયેશન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે તેઓ સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય તે માટે પ્રયાસ કરશે
Ahmedabad: કોરોના બાદ આ રોગે ઉંચક્યું માથું, જાણો વિગત
અમદાવાદઃ અમદાવાદમાં કોરોના બાદ વધુ એક રોગચાળાએ માઝા મુકી છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસની ગતિમાં ઘટાડો થયો છે અને એક તબક્કે એપ્રિલમાં જ્યાં દરરોજના ૧૪ હજારથી વધુ કેસ નોંધાતા હતા ત્યાં હવે સપ્ટેમ્બરમાં હજુ સુધી કુલ ૩૯૨ કેસ સામે આવ્યા છે. એક સમયે કોરોનાનું એપી સેન્ટર રહેલા અમદાવાદમાં છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બિમારીઓએ માથું ઉંચક્યું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં હાલ દાખલ થયેલા દર્દીઓમાંથી ૩૦% ડેન્ગ્યુ-ચિકનગુનિયાના છે અને આ પૈકી ૧૫% તો આઇસીયુમાં સારવાર હેઠળ છે.
અમદાવાદમાં ગત સમગ્ર વર્ષ દરમિયાન ડેન્ગ્યુના ૪૨૩ અને ચિકનગુનિયાના ૯૨૩ કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે અત્યારસુધી ડેન્ગ્યુના ૧૧૫૦થી વધુ જ્યારે ચિકનગુનિયાના ૬૦૦થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુમાં ચાર ગણો અને ચિકનગુનિયામાં બે ગણો વધારો થયો છે. ગત સમગ્ર વર્ષે મલેરિયાના ૪૩૬ કેસ હતા જ્યારે આ વર્ષે ૬૨૫થી વધુ લોકો મલેરિયાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ફાલ્સિપેરમના ૩૫ કેસ હતા અને તે આ વર્ષે વધીને ૫૩ થયા છે જ્યારે ટાઇફોઇડના કેસ ગત વર્ષે ૯૬૫ હતા તે આ વર્ષે વધીને ૧૪૬૪ સામે આવ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં મચ્છરજન્ય રોગના પ્રમાણમાં ૩૦%નો વધારો નોંધાયો છે.