શોધખોળ કરો

Ahmedabad: સબ રજિસ્ટ્રાર કચેરીઓ અરજદારોની ભીડ, 15 એપ્રિલથી જંત્રીના નવા ભાવ લાગુ થશે

અમદાવાદ શહેરમાં આવેલી તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ અરજદારોની ભીડ જોવા મળી રહી છે.  15 એપ્રિલ નજીક આવતા જ સબ રજિસ્ટ્રાર કચેરીએ અરજદારોની ભીડ જોવા મળી.

અમદાવાદ:  અમદાવાદ શહેરમાં આવેલી તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ અરજદારોની ભીડ જોવા મળી રહી છે.  15 એપ્રિલ નજીક આવતા જ સબ રજિસ્ટ્રાર કચેરીએ અરજદારોની ભીડ જોવા મળી રહી છે. ગુડ ફ્રાઈ ડેની જાહેર રજા હોવા છતાં અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોની સબ રજિસ્ટ્રાર કચેરી ચાલુ રાખવામાં આવી છે.  સોલાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દરરોજ 150થી વધુ દસ્તાવેજની નોંધણી કરવામાં આવી છે. એકલા અમદાવાદ શહેરમાં 14 સબ રજિસ્ટ્રારની કચેરી છે. જ્યા દરરોજ 1100થી વધુ દસ્તાવેજની નોંધણી થાય છે. 

જ્યારે અમદાવાદ જિલ્લામાં દરરોજ 350થી વધુ દસ્તાવેજની નોંધણી થાય છે. જોકે, ઘણી કચેરીમાં સર્વરમાં ખામી સર્જાતા કલાકો સુધી રાહ જોવી પડી છે. 15 એપ્રિલથી જંત્રીના નવા ભાવ લાગુ થઈ રહ્યાં છે. ત્યારે અરજદારોની સુવિધા માટે સરકારે રજાના દિવસોમાં પણ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. 

Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, પવન સાથે વરસાદથી ખેડૂતોની વધી ચિંતા

ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે. જિલ્લાના મુખ્ય મથક આહવા અને સાપુતારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ભર બપોરે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અગાઉ પડેલા કમોસમી વરસાદથી પહેલા જ મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું છે, ત્યારે ફરી અચાનક કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી પાંચ દિવસમાં તાપમાન 2 – 3 ડિગ્રી જેટલું વધતાં ગરમીનો અનુભવ થશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી સપ્તાહથી ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે. આગામી 12 થી 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સુધી નોંધાવવાની સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે માર્ચના અંતમાં સક્રિય બન્યું હતું તે હવે નબળું પડી ગયું છે. જેના કારણે ઘણા દિવસોથી યુક્તિઓ રમી રહેલા હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી 5 દિવસ સુધી હવામાન સામાન્ય રહેવાનું છે. જો કે, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના ભાગોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 7 એપ્રિલે મહારાષ્ટ્ર, વિદર્ભ, તેલંગાણા અને ઓડિશાના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે ઓડિશા અને છત્તીસગઢમાં કરા પડવાની સંભાવના છે. આ સિવાય આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

ઉનાળાએ રંગ બતાવ્યો

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સ્વચ્છ હવામાનને કારણે ફરી એકવાર ઉનાળાએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં પારો 33.5 ડિગ્રીને સ્પર્શ્યો હતો, જેના કારણે લોકોએ બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો. જો કે, તે સામાન્ય કરતાં ઓછું રહ્યું. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું.

શુક્રવારે રાજધાનીમાં વાદળો રહેશે પરંતુ આગામી બે દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી. 9મી અને 11મી એપ્રિલે હળવા ઝરમર ઝરમર વરસાદ પડશે, જેના કારણે ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
8th Pay Commission: શું DA  અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
8th Pay Commission: શું DA અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
Embed widget