શોધખોળ કરો

Ahmedabad : બહેને પ્રેમલગ્ન કરતાં ગુસ્સામાં યુવકે સગર્ભા બહેન-બનેવીની કરી નાંખી હત્યા, કોર્ટે ફટકારી ફાંસીની સજા

વર્ષ 2018માં સાણંદમા બનેલા ત્રિપલ મર્ડર કેસમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીના ફાંસીની સજા ફટકારી છે. આરોપી હાર્દિક ચાવડાએ પોતાની ગર્ભવતી બહેન કરુણા અને બનેવી વિશાલ પરમારની હત્યા કરી હતી.

અમદાવાદઃ વર્ષ 2018માં સાણંદમા બનેલા ત્રિપલ મર્ડર કેસમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીના ફાંસીની સજા ફટકારી છે. આરોપી હાર્દિક ચાવડાએ પોતાની ગર્ભવતી બહેન કરુણા અને બનેવી વિશાલ પરમારની હત્યા કરી હતી. બહેને કરેલા પ્રેમ લગ્ન મંજૂર નહીં હોવાથી અદાવત રાખીને હત્યા કરી નાંખી હતી. બે વ્યક્તિઓ અને ગર્ભસ્થ શિશુની હત્યાના કેસમાં આરોપીને જિલ્લા અદાલતના જજ જે. એ. ઠક્કરે દોષિત ઠેરવ્યો. મૃતકોના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ. આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. ગત 26/9/2018નો બનાવ છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા કરી છે.

ગ્રામ્ય કોર્ટે ફટકારેલી સજા મુદ્દે સરકારી વકીલે કહ્યું કે, હાર્દિક પ્રહલાદ ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. મૃતક કરુણાબેને પરિવારની મરજી વિરુદ્ધ વિશાલ સાથે કોર્ટ મેરેજ કરેલા. જેનું મનદુઃખ રાખીને બહેન અને બનેવીનું કમકમાટીભર્યું ખૂન કરેલું છે. કરુણાબેનને ચાર માસનો ગર્ભ હતો. ગર્ભને જીવ પણ આવી ગયેલો હતો. 

કરુણાબેનને આઠ ઘા મારેલા છે અને વિશાલને 17 ઘા મારેલા છે. વિશાલે જીવ બચાવવા એક ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યાં જઈને 17 ઘા મારીને ખૂન કરી નાંખ્યું હતું. વિશાલના માતા-પિતાને 10 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે. રંભાબેન સાહેદ છે, પણ વિકટીમ બન્યાનો ભાસ થઈ રહ્યો છે, તેમને 50 હજાર રૂપિયા આપવાનો હુકમ કર્યો છે. 

Surat : પરણીત યુવતીને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, એક દિવસ પ્રેમીએ પ્રેમિકા પાસે એવી કરી માંગ કે......

સુરત : શહેરના અમરોલીમાં ખૂદ પત્નીએ જ ઘરમાં દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ પ્રેમીનું દેવું ચૂકવવા માટે પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીને પકડી પાડતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અમરોલીમાં પ્રેમીને 40 હજારનું દેવુ થતાં પ્રેમિકાએ ઘરમાંથી પતિના 1.20 લાખના દાગીનાની ચોરી કરી હતી. પતિએ ગુનો નોંધાવતા પરિણીતાનો ભાંડો ફૂટ્યો હતો. પત્નીએ જ આ દાગીના એક લાખમાં વેચી નાખી પ્રેમીનું દેવુ ચૂકવ્યુ હતું.

આ અંગેની વિગતો એવી હતી કે, અમરોલી ખાતે રત્નકલાકાર તેની 22 વર્ષીય પત્ની સાથે રહે છે. તાજેતરમાં જ પતિને ઘરમાં મૂકેલા દાગીના મળતા નહોતા. આથી પતિએ અમરોલી પોલીસ સ્ટેશનમાં દાગીના ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને પહેલેથી જ રત્ન કલાકારની પતની પર શંકા હતી. કારણ કે, પત્નીની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. બીજી તરફ પત્ની આખો દિવસ ઘરમાં જ રેહતી હતી અને ચોરી થવાનો કોઈ પુરાવા પણ મળ્યા નહોતા.

પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં રત્નકલાકારની પત્નીનું લફરું સામે આવ્યું હતું. પરણીતાને 20 વર્ષીય યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેમજ આ પ્રેમીને 40 હજારનું દેવું થઈ ગયું હોવાથી આ દેવું ભરવા પત્નીએ જ દાગીના ચોર્યા હતા. તેમજ આ દાગીના 1 લાખમાં વેચીને પ્રેમીનું દેવું ભરપાઈ કર્યું હતું. આમ, ચોરીમાં ખૂદ રત્નકલાકારની પત્ની અને તેના પ્રેમીની સંડોવણી સામે આવતાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે પોલીસે દાગીના પણ કબ્જે કર્યા છે.

Sanand : સાથે રહેતા યુવકે યુવતીની દંડાના ઘા મારીને કરી નાંખી હત્યા, કોણ છે યુવક અને કેમ કરી નાંખી હત્યા?
અમદાવાદઃ સાણંદમાં સાથે રહેતા યુવકે યુવતીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવતીને દંડાના ફટકા મારીને યુવકે મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતી અવાવરું ખેતરમાં 30 વર્ષીય યુવક સાથે રહેતી હતી. મહેન્દ્ર નામના યુવક સાથે કોઈ કારણથી તકરાર થતા દંડા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું છે. સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી મહેન્દ્ર નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસ પછી હત્યાનું સાચું કારણ સામે આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસDelhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Stock Market: સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
VIDEO: પાકિસ્તાની મુસ્લિમ છોકરીનો મોટો દાવો  - 'ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે...'
VIDEO: પાકિસ્તાની મુસ્લિમ છોકરીનો મોટો દાવો - 'ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે...'
Embed widget