FFPA: અમદાવાદમાં બે દિવસીય ફેમિલી ફિઝિશિયન્સની નેશનલ કોન્ફરન્સ યોજાઈ
Ahmedabad: ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાનાં અમદાવાદ યુનિટ દ્વારા તા.7 અને 8 જાન્યુઆરીનાં રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ફેમિલી ફિઝિશિયન્સની બે દિવસની નેશનલ કોન્ફરન્સ યોજાઈ
FFPA: ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(એફએફપીએ)નાં અમદાવાદ યુનિટ દ્વારા તા.7 અને 8 જાન્યુઆરીનાં રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ફેમિલી ફિઝિશિયન્સની બે દિવસની નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે માહિતી આપતાં કોન્ફરન્સનાં ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો.પ્રજ્ઞેશ વછરાજાનીએ જણાવ્યું હતું કે સમાજ માટે સ્વાસ્થ્ય સેવાનાં સંદર્ભમાં ફેમિલી ફિઝિશિયન આધાર સ્તંભ છે. કોવિડના સમયગાળાએ તે પૂરવાર કર્યું છે કે પ્રાયમરી કેર માટે સમાજમાં ફેમિલી ફિઝિશિયન કેટલા મહત્વના છે. દરેક દેશમાં અસાધારણ પ્રાયમરી કેરની આવશ્યકતા હોય છે.
800થી પણ વધુ ડેલિગેટસે ભાગ લીધો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે દિવસની આ નેશનલ કોન્ફરન્સમાં 800થી પણ વધુ ડેલિગેટસ ભાગ લીધો અને 80 થી વધુ નિષ્ણાતો પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપ્યો. આ કોન્ફરન્સમાં નેશનલ ફેમિલી ફિઝિશિયન ડાયલોગ-પેનલ ડિસ્કશન યોજાઈ હતી. જેમાં માધ્યમો, જાહેરસેવા, સરકાર, મેડિકલ કાઉન્સિલ અને દેશનાં ટોચના ફેમિલી ફિઝિશિયન્સ આ ચર્ચામાં ભાગ લીધો અને ફેમિલી ફિઝિશિયન્સને જોવા મળતાં પડકારો અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરી.
ડો.વછરાજાનીએ વધુમાં જણાવ્યું હતું કે નેશનલ ફેમિલી ફિઝિશિયન ડાયલોગમાં કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, કેન્સર, ઓર્થોપેડિક્સ વગેરેની પણ ચર્ચા કરી. તા, 7 જાન્યુઆરીનાં રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનાં સહયોગમાં લાઈફ સ્ટાઈલ ડિસીઝ પ્રિવેન્શન કાર્યક્રમ પણ યોજાયો હતો.