શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ સગી નણંદે ભાભીની કેમ કરાવી હત્યા ? કારણ જાણીને ચોંકી જશો, નણંદ-ભાભી વચ્ચે કેમ અણબનાવ હતો ?
આ હત્યા કરાવવા પાછળ ભાભીમી પુત્રીનું મોત તથા સંપતિમાં ભાગ માંગવા સહિતના કારણો હોવાનું આવ્યું છે.
અમદાવાદઃ દહેગામના બારડોલી કાઠી ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળેલી યુવતીની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. આ યુવતી અમદાવાદના સૈજપુરબોધાના નિમિશાબેન દિનેશભાઈ રાઠોડ (અંબિકાનગર ચાલી) હોવાનું બહાર આવ્યું છે. તેમની હત્યા તેમની જ નણંદ અંજના ઉર્ફે નયનાએ કરાવી હોવાનું બહાર આવ્યું છે. અંજનાએ ઘરઘાટીને 50 હજાર રૂપિયા આપીને હત્યા કરાવી હોવાનું પણ બહાર આવ્યું છે. ગાંધીનગર એલસીબી-2એ હત્યાનો ભેદ ઉકેલતાં બંનેની ધરપકડ કરી છે.
આ હત્યા કરાવવા પાછળ ભાભીમી પુત્રીનું મોત તથા સંપતિમાં ભાગ માંગવા સહિતના કારણો હોવાનું આવ્યું છે. સાત વર્ષ પહેલાં મૃતકની 9 માસની દીકરીના મોત માટે નિમિશાબેન નણંદને કસૂરવાર માનતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, મૃતક નિમિશાબેનને સગી નણંદ અંજના ઉર્ફે નયના પુરષોત્તમભાઈ રાઠોડ (રહે.ગોમતીપુર) સાથે અવાર-નવાર ઝઘડા થતા હતા.
પોલીસે અંજનાની પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. તેણે પોતાના ઘરઘાટી રાજેશકુમાર ઉર્ફે રાજુ મનહરભાઈ ડોડીયા (રહે. રખિયાલ)ને સોપારીને આપીને સગી ભાભીની હત્યા કરાવી હોવાનું કબૂલ્યું હતું. નણંદે કબૂલ્યું કે, ભાઈનાં લગ્ન પહેલાંથી ભાભી નાપસંદ હતા. અમદાવાદ સિવિલમાં સ્વીપરમાં નોકરી કરતાં મૃતક પરિવારમાં એકલાં જ નોકરી કરી કમાતા હતા. સાસરીપક્ષની સંપતિ તથા મકાનમાં ભાગ માંગતા હોવાથી આરોપીને આ મુદ્દે ખાર હતો. આરોપીની કબૂલાત મુજબ મૃતક નિમિશાબેનની 9 માસની પુત્રી દિયાને અંજના સ્નાન કરાવતી હતી તે સમયે 9 માસની દિયા બેભાન થઈને મરી ગઈ હતી. આ કારણે નિમિશાબેન દીકરીના મોત માટે નણંદને કસૂરવાર ગણતા હતા. આ બાબતે ભાભી વારંવાર ધાકધમકી આપીને પોતાની 3 વર્ષની દીકરીને મારી નાખવાનું કહેતાં હોવાનો દાવો આરોપી નણંદે કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement