શોધખોળ કરો

અમદાવાદમાં ક્યા વિસ્તારોમાં ઉદ્યોગો-દુકાનો શરુ કરવા અપાઈ મંજૂરી ? ક્યા વિસ્તારોમાં હજુ પણ પ્રતિબંધ ?

અમદાવાદ મ્યુનસિપલ કમિશનર મુકેશ કુમારે જુદા જુજા ઝોનના ડેપ્યુટી કમિશનર સાથે બેઠક કર્યા પછી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેટલીક છૂટછાટ આપી છે.

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન-4માં રાજ્યના કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર-ધંધા શરૂ કરવાની છૂટ આપી હતી. જોકે, આ સમયે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી નહોતી. ત્યારે લોકો દ્વારા આ વિસ્તારમાં પણ છૂટછાટ આપવાની માંગ કરી હતી, ત્યારે ગઈ કાલે અમદાવાદ મ્યુનસિપલ કમિશનર મુકેશ કુમારે જુદા જુજા ઝોનના ડેપ્યુટી કમિશનર સાથે બેઠક કર્યા પછી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેટલીક છૂટછાટ આપી છે. ગઈ કાલે એએમસી કમિશ્નર મુકેશ કુમારે અલગ અલગ ઝોનના ડેપ્યુટી કમિશ્નર સાથે સમીક્ષા બેઠક કરી હતી. શહેરના સાબરમતી રીવરફ્રન્ટ હાઉસ ખાતે આ બેઠક મળી હતી. જેમાં વિગતવાર ચર્ચા પછી પૂર્વ વિસ્તારમાં પણ કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ચશ્માની દુકાન, ગેરેજ, ઇલેક્ટ્રીકની દુકાન જેવા વ્યવસાય માટે છૂટછાટ આપવામાં આવી છે. શહેરના ઈન્દ્રપુરી, ઈસનપુર, ખોખરા, લાંભા, વટવા, શાહીબાગ, અમરાઈવાડી, ભાઈપુરા, હાટકેશ્વર, નિકોલ, ઓઢવ, રામોલ, હાથિજણ, વસ્ત્રાલ, વિરાટનગર, બાપુનગર, ઈન્ડિયા કોલોની, કુબેરનગર, નરોડા, સૈજપુર બોઘા, સરદારનગર, ઠક્કરબાપાનગર વિસ્તાર સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા, જ્યાં હવે છટછાટ આપવામાં આવી છે. જોકે, અસારવા, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, શાહપુર, સરસપુર-રખિયાલ, ગોમતીપુર, બહેરામપુરા, દામીલીમડા, મણિનગર અને ગુલબાઈ ટેકરાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયાલેા છે. ત્યારે આ વોર્ડમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Embed widget