Ahmedabad Plane Crash: વિજયભાઈનો પાર્થિવ દેહ જોઈ અંજલીબેન ભાંગી પડ્યા, VIDEO
અમદાવાદમાં 12 જૂને બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરોના મૃત્યુ થયા છે.

અમદાવાદ: અમદાવાદમાં 12 જૂને બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરોના મૃત્યુ થયા છે. ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન) 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ની અંજલીબેન પતિને આપી ભાવુક વિદાય આપી હતી. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
અંજલીબેન ધ્રુસકે ધ્રુસકે રડ્યા
આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. જ્યારે પરિવાર પાર્થિવ દેહ માટે હોસ્પિટલ પહોંચ્યો પરિવાર માટે આ ખૂબ જ કપરી ઘડી હતી. અશ્રુભીની આંખે અંજલિબેન અને ઋષભ રૂપાણી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવાર તાબૂત પાસે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા તો તેમની ધીરજ તૂટી ગઈ. અજંલિ બેન રુપાણી તેમના પતિ વિજયભાઇ રૂપાણીના અંતિમ દર્શન કરતા રડી પડ્યાં હતા. અંજલીબેન ખૂબ જ ભાવુક બની ગયા હતા ત્યારબાદ તેમના પુત્ર ઋષભ રૂપાણી પહોંચ્યા હતા અને તેમણે પિતાના અંતિમ દર્શન કર્યાં હતા. રુપાણી પરિવાર આ ક્ષણે ખૂબ જ ભાવુક થઇ ગયો હતો.
રાજકોટમાં 5 વાગ્યા બાદ અંતિમ યાત્રા
આજે 5 વાગ્યા બાદ અંતિમ યાત્રાનો કાર્યક્રમ છે. જેમાં અમિત શાહ, સી.આર.પાટીલ, CM ભૂપેંદ્ર પટેલ, જોડાશે. રામનાથ પરા સ્મશાનમાં રાજકીય સન્માન તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાંજે 4થી 5 વાગ્યે સુધી પાર્થિવદેહને અંતિમદર્શન માટે રાખવાનો નિર્ણય કર્યો છે. લોકલાડીલા સંવેદનશીલ નેતા વિજય ભાઇ રૂપાણીના નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આજે સરકારી મનોરંજક કાર્યક્રમો સદંતર બંધ રહેશે.વિજય રૂપાણીનું માદરે વતન આજે ગમગીન છે.
રામનાથ પરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે
પાર્થિવ દેવને 4થી5 દરમિયાન પહેલા તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે ત્યારબાદ અંતિમ યાત્રા અને રામનાથ પરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે, રાજકોટ તેમનું વતન છે. તેઓ રાજકોટના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. આજે વિજયાભાઇ રૂપાણીએ જ્યારે ચીર વિદાય લીધી છે ત્યારે સમગ્ર રાજકોય શોકમગ્ન છે. રાજકોટની બજાર શનિવારે પણ તેમના શોકમાં બંધ રાખવામાં આવી હતી તો આજે પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળતા, રાજકોટની દુકાનો સજ્જડ બંધ છે.





















