શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતમાં કોરોનાથી કયા ભાજપના નેતાનું થયું નિધન? અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ
બાયડના ગાબટના વતની ધીમંતભાઈ પટેલનું કોરોનાથી મોત થયું છે. દોઢ મહિનાની લાંબી માંદગી બાદ અમદાવાદ ખાતે નિધન થયું છે. અરવલ્લી ભાજપ સંગઠને વધુ એક નેતા ગુમાવ્યા છે.
બાયડઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. તેમજ કોરોનાના કેસો રોજેરોજ વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતના વધુ એક ભાજપના નેતાનો કોરોનાએ ભોગ લીધો છે. અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રીનું કોરોનાથી નિધન થયું છે. ભાજપના નેતાના નિધનને પગલે અરવલ્લી ભાજપમાં શોકની લાગણી ફરી વળી છે.
બાયડના ગાબટના વતની ધીમંતભાઈ પટેલનું કોરોનાથી મોત થયું છે. દોઢ મહિનાની લાંબી માંદગી બાદ અમદાવાદ ખાતે નિધન થયું છે. અરવલ્લી ભાજપ સંગઠને વધુ એક નેતા ગુમાવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના સૌથી વધુ 1515 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3846 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 178786 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 95 દર્દી વેન્ટીલેટર પર છે અને 13190 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,95,917 પર પહોંચી છે.
રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથ-1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોનું મૃત્યુ થયું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં 354 સુરત કોર્પોરેશનમાં 211, વડોદરા કોર્પોરેશનમાં 125, રાજકોટ કોર્પોરેશનમાં 89, બનાસકાંઠા-55, ગાંધીનગર કોર્પોરેશનમાં 53, મહેસાણામાં 53, પાટણ-51, સુરત - 51, રાજકોટ-48, વડોદરા-39, ગાંધીનગર-36, કચ્છ-30, અમરેલી-24, પંચમહાલ-23, જામનગર કોર્પોરેશન-21, જામનગર-20, ખેડા-20 અને અમદાવાદમાં 19 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 1271 દર્દી સાજા થયા હતા અને 70,388 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 71,71,445 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.26 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,86,806 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,86,712 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 94 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement