(Source: Poll of Polls)
અમદાવાદના ફ્લેટમાં ફેરિયાના સ્વાંગમાં ત્રાટક્યાં ATSના અધિકારીઓ, 100 કિલો સોનુ જોઇને આંખ થઇ ગઇ ચાર
Ahmadabad News: બિગ બુલનું કરોડોનું સોનું પકડવા ATSના અધિકારીઓ ફ્લેટ પાસે ફેરિયા થઇને ફરતાં રહ્યાં અને પછી આ રીતે રેકી કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.

Ahmadabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં એક આવિસ્કારના બંધ ફ્લેટમાંથી સો કિલ્લો સોનું અને અધધ રોકડ મળતાં ચકચાર મળી ગઇ છે. આટલું સોનું અને રોકડ ક્યાંથી આવ્યાં તે અંગે તપાસ તેજ બની છે.
Ahmadabad News:અમદાવાદના પાલડી વિસ્તારમાં આવિષ્કાર એપાર્ટમેન્ટ એક બંધ ફ્લેટમાં એટીએસ અને ડીઆરઆઈની સંયુક્ત રેડ પડી હતીં. આ સર્ચ ઓપરેશન દરમિયાન 100 કિલો સોનું અને રોકડ જોઇને અધિકારી દંગ થઇ ગયા હતા. આ ફ્લેટમાં આ પ્રવૃતિ ત્રણ વર્ષથી ચાલતી હતી અને શંકાસ્પદ ગતિવિધ જોતા બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈએ સંયુક્ત રેડ પાડીને સમગ્ર સર્ચ ઓપરેશન હાથ ધર્યું ગતું. આ સમગ્ર સંપત્તિના માલિક મહેન્દ્ર શાહ અને તેમનો પુત્ર મેઘ શાહ હોવાનો ખુલાસો થયો છે. એટીએસે કરી તે સત્ય બહાર લાગ્યું જાણીએ
ATSના અધિકારીઓએ ફેરિયાના સ્વાંગમાં કરી રેકી
અમદાવાદ પાલડીના આ બંધ ફ્લેટમાં આ કોરાબાર ત્રણ વર્ષથી ચાલતો હતો. ફ્લેટમાં રાતના સમયે વાહનોમાં થેલામાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ લાવવામાં આવતી હતી અને જેને લઈ ગુજરાત એટીએસને બાતમી મળી હતી ત્યારે છેલ્લા એક સપ્તાહથી અધિકારીઓ ફેરિયાના સ્વરૂપમાં ફ્લેટની આસપાસ ફરતા રહ્યાં અને સમગ્ર માહિતી એકઠી કરી અને બાદ અચાનક જ રેડ પાડતાં 95.5 કિલો સોનું અને કરોડોની રોકડ મળી હતી. રોકડ એટલી હતી કે ગણવા માટે મશીન મંગાવાય તો સોનાનો જથ્થો પણ વધુ હોવાથી જોખવા માટે ત્રાજવા મંગાવાયા છે.
અમદાવાદમાં એટીએસ અને ડીઆરઆઈની સંયુક્ત રેડમાં પકડાયેલું કરોડો રૂપિયાનું સોનું, દાગીના અને રૂપિયા શેર ઓપરેટર મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહનો હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા 3 વર્ષથી ફ્લેટ ભાડે રાખ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. પિતા પુત્રના શેર બજારની કાળી કમાણીનો ખજાનો સોના ચાંદીના જવેરાત રોકડમાં મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન 17 કલાક સુધી ચાલી હતી.
દરોડામાં હવાલાના કરોડોના નાણાકીય વેપારો અને બિટકોઈન જેવી ક્રિપ્ટોના વેપારોના કેટલાક મહત્વના દસ્તાવેજો પણ હતા, જે જપ્ત કરવામાં આવ્યા. જ્યારે જપ્ત કરાયેલું સોનું છેલ્લા એક વર્ષના સમયગાળામાં ખરીદવામાં આવ્યું હોવાની શક્યતા છે. આ સાથે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર અત્યાર સુધીમાં કરવામાં આવ્યાની કેટલીક એન્ટ્રીઓ પણ મળી આવી છે. ફ્લેટમાં રાતના સમયે વાહનોમાં થેલામાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ લાવવામાં આવતી હતી અને જેને લઈ ગુજરાત એટીએસને બાતમી મળી હતી ત્યારે છેલ્લા એક સપ્તાહથી અધિકારીઓ ફેરિયાના સ્વરૂપમાં ફ્લેટની આસપાસ રેકી પણ કરતા હતા.
મહેન્દ્ર શાહ છેલ્લા કેટલાક સમયથી કંપનીઓના શેરના ભાવમાં કૃત્રિમ વોલ્યુમ ઊભું કરી અને તેના ભાવ ઊંચા લઈ જતો. તેનું વેચાણ કરવાનો ધંધો કરતો. એટલું જ નહીં મહેન્દ્ર શાહ અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કાળા નાણાને વાઇટ કરવાના ધંધાનો કિંગ માનવામાં આવે છે અને જેમાં એન્ટ્રી ઓપરેટરો પણ તેના અંડર કામ કરે છે. કરોડો રૂપિયા આસાનીથી એન્ટ્રી કરી અને બ્લેકના વાઇટ કરી આપે છે અને થોડા જ દિવસ પહેલા જ 20 કરોડની રોકડ સાથે ઝડપાયેલો સંજય શાહ પણ મહેન્દ્ર શાહ માટે કામ કરતો હોવાનું સૂત્રનો દાવો છે.
મહેન્દ્ર શાહ ડબ્બા ટ્રેડિંગનો સૌથી મોટો કારોબાર ચલાવે છે. મોટા બિલ્ડર્સ રોકાણકારો સાથે પણ સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં ડીઆરઆઈ અને એટીએસની તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલું સર્ચ ઓપરેશન ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. બીજી તરફ લગભગ 17 કલાકથી વધુ ચાલેલું સર્ચ ઓપરેશન આજે સવારે પૂર્ણ થયું છે. ડીઆરઆઈ અને એટીએસ સહિતની જે એજન્સીઓ જેમણે ગત સાંજથી ઓપરેશન શરૂ કર્યું હતું. મેઘ શાહ અને તેના પિતાના નામે બેનામી સંપત્તિ હોવાની બાતમી ડીઆરઆઈ ને મળી હતી, જે બાદ એન્ટી ટેરરી સ્કોડને સાથે રાખીને ઓપરેશન કરવામાં આવ્યું હતું.
એટીએસ ના આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મેઘ શાહ અને તેના પિતા જે આમાં સંડોવાયેલા છે, તે હાલ અમદાવાદમાં નથી. મહારાષ્ટ્રમાં હોવાની માહિતી પ્રાથમિક તબક્કામાં સામે આવી છે.




















