શોધખોળ કરો
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે શું આવ્યા રાહતના સમાચાર? જાણો વિગત
કોરોનાના એક્ટિવ કેસો ઘટીને હવે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૩૩૦૮ પર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં એક અને ખાનગી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત નીપજ્યા છે.
![કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે શું આવ્યા રાહતના સમાચાર? જાણો વિગત Big relief to Ahmedabad people in corona active cases કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે શું આવ્યા રાહતના સમાચાર? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/03211949/gujarat-corona-update2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. કોરોનાના એક્ટિવ કેસો ઘટીને હવે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૩૩૦૮ પર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં એક અને ખાનગી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત નીપજ્યા છે.
શહેરના અલગ અલગ વિસ્તારમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો, પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસના દર્દીઓનો આંકડો ૬૧૪એ પહોંચ્યો છે. દક્ષિણ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫૧૧ પર પહોંચ્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૪૭૩ પર પહોંચ્યો છે.
જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૫૯૧ એ પહોંચ્યો છે. મધ્ય ઝોનમાં ૩૩૯ તો પૂર્વ ઝોનમાં ૩૩૧ કોરોનાના એક્ટિવ કેસ છે. શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૫,૨૫૭ થયો છે. જ્યારે કુલ ૧૭૮૪ દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)