![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાટીદાર અનામત આંદોલનના કારણે આગળ આવેલાં આશાબેન 4 વર્ષમાં કોંગ્રેસ-ભાજપ બંનેનાં ધારાસભ્ય રહ્યાં.......
ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
![પાટીદાર અનામત આંદોલનના કારણે આગળ આવેલાં આશાબેન 4 વર્ષમાં કોંગ્રેસ-ભાજપ બંનેનાં ધારાસભ્ય રહ્યાં....... BJP MLA Ashaben Patel dies of dengue in Unjha પાટીદાર અનામત આંદોલનના કારણે આગળ આવેલાં આશાબેન 4 વર્ષમાં કોંગ્રેસ-ભાજપ બંનેનાં ધારાસભ્ય રહ્યાં.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/bb71f320cd6f8b0c6add6a0b4c79ca27_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું.
આશાબેનની ધારાસભ્ય તરીકે પહેલી જ ટર્મ હતી. આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેતા તરીકે ઉભરેલાં આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને સોપો પાડી દીધો હતો.
પ્રથમવાર 2017માં કોંગ્રેસના બેનર પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે પક્ષપલટો કર્યો હતો અને 8 ફેબ્રુઆરી 2019ના રોજ ભાજપમાં જોડાયાં હતાં. એ વખતે તેમણે ધારસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં યોજાયેલી ઉંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આશાબેન પટેલ ફરીથી ઊંઝા સીટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.
કમનસીબે આશાબેન પોતાની પહેલી ટર્મનાં પાંચ વર્ષ પૂરી કરી શક્યાં નથી અને નિધન થયું છે. આશાબેનની વય માત્ર 44 વર્ષની હતી. 6 જાન્યુઆરી, 1977ના રોજ ઉંઝાના વિસોલ ગામે જન્મેલાં આશાબેને બહુ નાની વયે વિદાય લઈ લીધી છે.
નોંધનીય છે કે દિલ્હીના પ્રવાસ બાદ આશાબેન પટેલને ડેન્ગ્યુ થયો હતો. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી. ડેન્ગ્યુ બાદ તેમનું લીવર ડેમેજ થતાં તેમને અમદાવાની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરે શનિવારે આપેલી માહિતી મુજબ આશાબહેનનું લીવર ડેમેજ થયું હોવાથી આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના કારણે તેમની સ્થિત વધુ ગંભીર થઇ હોવાની માહિતી ડોક્ટરે આપી હતી.
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે 22 ડિસેમ્બરથી સપ્તાહમાં આટલા દિવસ દોડશે
રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, આ શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ? જાણો લેટેસ્ટ આંકડો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)