શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં હનુમાનજીનું આ જીણીતું મંદિર હજુ પણ ભક્તો માટે બંધ, જાણો શું છે કારણ
રિવરફ્રન્ટ ફેઝ-2માં મંદિરને જગ્યા અપાય અને ભગવાનનું સ્થાપન કરવામાં તે અંગે મંદિર ટ્રસ્ટે ઠરાવ પણ પાસ કર્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં તમામ ધાર્મિક સ્થળો ખુલી ગયા છે ત્યારે અમદાવાદનું હનુમાનજીનું જાણીતું મંદિર હજુ પણ ભક્તો માટે બંધ છે. અમદાવાદમાં આવેલ કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે બંધ ત્યારે ચેરીટી કમિશ્નરે તાત્કાલીક મંદિર ખોલવાના આદેશ કર્યો છે.
જોકે આ મંદિર આર્મી કેન્ટોનમેન્ટમાં આવતું હોવાને કારણે મંદિર ખોલવાની મંજૂરી હજુ સુધી મળી નથી. આજે મંદિર ટ્રસ્ટના સેક્રેટરીની બેઠક આર્મી અધિકારીઓ સાથે યોજાવાની છે. આ બેઠકમાં પોલીસના અધિકારીઓ પણ હાજર રહેશે.
જો આ બેઠકમાં આર્મીના અધિકારીઓ મંદિર ખોલવાને મંજૂરી આપી દે તો મંદિર બે દિવસમાં ખોલવાની ટ્રસ્ટે તૈયારી બતાવી છે. મંદિરના3 ટ્રસ્ટીઓ અને ભાજપ અગ્રણી નેતા સુરેન્દ્ર પટેલ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આ સાથે રિવરફ્રન્ટ ફેઝ-2માં મંદિરને જગ્યા અપાય અને ભગવાનનું સ્થાપન કરવામાં તે અંગે મંદિર ટ્રસ્ટે ઠરાવ પણ પાસ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion