શોધખોળ કરો

Gandhinagar: PSIની ભરતીના નિયમો બદલાયા, હવે વજન ધ્યાનમાં નહીં લેવાય,3ના બદલે બે જ પરીક્ષા લેવાશે

ગાંધીનગર: પોલીસમાં ભરતી થવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં પીએસઆઈની ભરતીને લઈ પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતના સિલેબસ અને પેપર સ્ટાઈલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ગાંધીનગર: પોલીસમાં ભરતી થવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં પીએસઆઈની ભરતીને લઈ પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતના સિલેબસ અને પેપર સ્ટાઈલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પરીક્ષા માટે નવો સિલેબસ અને પેપર સ્ટાઈલમાં સુધારો કરવામાં આવ્યો છે. આગામી સમયમાં લેવાનાર પીએસઆઈ ભરતીમાં નવા નિયમો મુજબ પરીક્ષા લેવામાં આવશે.

પીએસઆઈની ભરતીના નિયમો જાહેર

  • હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુ્ખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે.
     
  • દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે.
     
  • વજન ધ્યાન પર નહીં લેવાય.
     
  • 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે. એક પેપર 200 માર્ક્સનું અને એમસીક્યુ આધારિત રહેશે જ્યારે બીજુ પેપર 100 માર્કસનું રહેશે.
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી પાસ કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.

સબ-ઈન્સ્પેકટરના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર 

  • સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા (૧) શારીરિક કસોટી, (૨) પ્રિલીમ પરીક્ષા તથા (૩) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે (૧) શારીરિક કસોટી અને (૨) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે.
  • પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહિ. 
  • પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ્ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે. આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની Main Examination માં ભાગ લઈ શકશે.  
  • પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની પ્રિલીમ પરીક્ષા(MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-૧(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-૪ (લીગલ મેટર્સ) દરેકના ૧૦૦ ગુણ એમ કુલ-૪૦૦ ગુણની MCQ Test હતી. 
  • હવે કુલ-૩૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-૧(GENERAL STUDIES(MCQ)) 0૩ કલાકનું અને ૨૦૦ ગુણનું રહેશે તથા પેપર-૨(GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને ૧૦૦ ગુણનું રહેશે.
  • પેપર-૧ Part-A(૧૦૦ ગુણ) અને Part-B(૧૦૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. 
  • પેપર-૨ પણ Part-A(૭૦ ગુણ) અને Part-B(૩૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને આ પેપર-૨માં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.
  • પેપર-૧ના દરેક ભાગમાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-૨ ચકાસવામાં આવશે.
  • જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહીબીશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસીટીસ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ  જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવેલ છે.
  • પહેલા સબ-ઈન્સપેકટરની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે  વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે. 
     
    NFSU અથવા RRUમાં કરેલ કોર્ષનો સમયગાળો આપવાના થતા વધારાના ગુણ
    ૦૧ વર્ષ ૦૫
    ૦૨ વર્ષ  ૦૯
    ૦૩ વર્ષ  ૧૨
    ૦૪ વર્ષ કે તેથી વધુ ૧૫

આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
ઇન્સ્ટાગ્રામ ફરી એક વખત થયું ડાઉન, યૂઝર્સ ઇન્સ્ટા રીલ્સ જોઈ શકતા નથી
ઇન્સ્ટાગ્રામ ફરી એક વખત થયું ડાઉન, યૂઝર્સ ઇન્સ્ટા રીલ્સ જોઈ શકતા નથી
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident | સુરતમાં કારે 2 બાળકોને કચડ્યા, થયો આબાદ બચાવAhmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહીAhmedabad Rain | રસ્તા પર ખાડારાજને લઈને થયું રાજકારણ શરૂ, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે?Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
ઇન્સ્ટાગ્રામ ફરી એક વખત થયું ડાઉન, યૂઝર્સ ઇન્સ્ટા રીલ્સ જોઈ શકતા નથી
ઇન્સ્ટાગ્રામ ફરી એક વખત થયું ડાઉન, યૂઝર્સ ઇન્સ્ટા રીલ્સ જોઈ શકતા નથી
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Embed widget