Ahmedabad: રાજ્યમાં બાળ અને મહિલા આરોગ્યની સ્થિતિ કથળી, માત્ર ત્રણ મહિનામાં જ 156 મહિલાનું પ્રસુતિ વખતે મૃત્યુ
હેલ્થ મેનેજમેન્ટ એપ્લિકેશનના ડેટા મુજબ વીતેલા 91 દિવસમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 15, કચ્છમાં 11, બનાસકાંઠા અને દાહોદમાં 10 મહિલાનું પ્રસુતિ વખતે મૃત્યુ થયું છે.
Ahmedabad News : રાજ્યમાં બાળ અને મહિલા આરોગ્ય ક્ષેત્રે સ્થિતિ ચિંતાજનક છે. માત્ર 91 દિવસમાં જ 156 માતા અને 2447 નવજાતનાં મૃત્યુ થયા છે. ઓછા વજન સાથે 27,138 બાળકોનો જન્મ થયો છે. ત્રણ મહિનામાં 1,20,328 કુપોષિત બાળકોનો જન્મ થયા છે. રાજ્યમાં આરોગ્યની આવી સ્થિતિને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 20 વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરતી ભાજપ સરકારમાં બાળ અને મહિલા આરોગ્ય ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ છે. માત્ર 91 દિવસમાં જ 156 માતા અને 2447 નવજાતનાં મૃત્યુ પામ્યા છે. સરકાર જાહેર આરોગ્ય સેવા પાછળ નજીવો ખર્ચ અને જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગના આંકડા મુજબ 1 એપ્રિલથી 30 જૂન સુધી એનીમિયાની ગંભીર બીમારીથી પીડિત 2132 પ્રસૂતાના કેસ સામે આવ્યા છે. જ્યારે ઓછા વજન સાથે 27,138 બાળકોનો જન્મ થયો છે. ત્રણ મહિનામાં 120328 કુપોષિત બાળકોનો જન્મ થયો છે. રાજ્યમાં "વધારે પડતું ઓછું વજન-અતિ ઓછું વજન" ધરાવતા અતિ કુપોષિત 24,121 બાળકો છે.
ક્યાં કેટલા નવજાતના થયા મૃત્યુ
હેલ્થ મેનેજમેન્ટ એપ્લિકેશનના ડેટા મુજબ વીતેલા 91 દિવસમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 15, કચ્છમાં 11, બનાસકાંઠા અને દાહોદમાં 10, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા 7, ભરૂચ 3 અને નર્મદામાં 1 માતાનું પ્રસૂતા માતાઓનું પ્રસુતિ વેળા મૃત્યુ થયું છે. સૌથી વધુ 215 નવજાત શિશુ દાહોદ જિલ્લામાં મૃત્યુ પામ્યા છે. જે બાદ અમદાવાદ કોર્પોરેશનમાં 199, બનાસકાંઠામાં ૧166, કચ્છ 165, મહેસાણામાં 142, આણંદ 113, સાબરકાંઠા 105, વડોદરા 73, વડોદરા કોર્પોરેશનમાં 30, સુરત 46, કોર્પોરેશન 58, ભરૂચ 69, અમદાવાદ 64 નોંધાયા છે.
આદિવાસી વિસ્તારમાં કુપોષણની સ્થિતિ ભયાનક
આરોગ્ય શ્રેત્રે રાજ્યની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી બાળકોના મોત થાય છે. આજે પણ વર્ષે 30 હજાર બાળકોના મોત થાય છે આ વાસ્તવિકતા છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત છે તેમ સરકાર જણાવી રહી છે જો સાચી રીતે કુપીષિત બાળકો અને મહિલાઓનો સાચો સર્વે થાય તો આ આંકડો અનેકગણો સામે આવે તેમ છે. આદિવાસી વિસ્તારમાં કુપોષણની સ્થિતિ ભયાનક છે. માત્ર એક વર્ષમાં દાહોદમાં કુપોષિત બાળકોની સંખ્યા 14,191 છે, જ્યારે નર્મદામાં આ આંકડો 12,673 છે. આ બંને જિલ્લામાં અતિ ઓછા વજનના બાળકોની સંખ્યા પણ સૌથી વધુ છે.
રાજ્યમાં બાળ અને મહિલા આરોગ્ય ક્ષેત્રે સ્થિતિ ચિંતાજનક: માત્ર ૯૧ દિવસમાં જ ૧૫૬ માતા અને ૨૪૪૭ નવજાતનાં મૃત્યુ પામ્યા
— Dr.Manish Doshi@bharatJodo (@drmanishdoshi) July 2, 2023
ઓછા વજન સાથે ૨૭,૧૩૮ બાળકોનો જન્મ,ત્રણ મહિનામાં ૧,૨૦,૩૨૮ કુપોષિત બાળકોનો જન્મ: કથળતી આરોગ્ય સેવા અને વધતા જતા કુપોષણ-બાળ મૃત્યુ-માતા મૃત્યુ માટે જવાબદાર કોણ? pic.twitter.com/UVRZAtBdTX