શોધખોળ કરો
Advertisement
અમેરિકા જવા અમદાવાદનો 32 વર્ષનો પટેલ યુવક 81 વર્ષનો વૃધ્ધ બન્યો પણ.....
81 વર્ષના વૃદ્ધ વ્યક્તિનો ગેટઅપ કરીને ન્યૂયોર્ક જવાની કોશિષ કરી રહેલા 32 વર્ષના એક વ્યક્તિને CISFની ટીમે દિલ્હી એરપોર્ટ પરથી જ દબોચી લીધો. તેણે પોતાના વાળ અને દાઢી-મૂંછોને કલર કરી દીધો હતો
અમદાવાદઃ બીજાના વિઝા પર નામ અને ચહેરો બદલીને વિદેશ જવાની ફિરાકમાં રહેલા એક શખ્સને CISFએ એરપોર્ટ પરથી જ ઝડપી લીધો છે. આ વાતની જાણ ખુદ CISF અને દિલ્હી પોલીસે કરી છે. CISFના હાથમાં આવ્યા બાદ આ શખ્સને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો, અહીં તેની પુછપરછ બાદ સત્ય સામે આવ્યુ હતુ. આ યુવકનુ નામ જયેશ પટેલ છે અને તે અમદાવાદનો રહેવાસી છે.
32 વર્ષનો પટેલ યુવક જેનુ નામ જયેશ પટેલ છે, તેને વિદેશ જવા એટલે ન્યૂયોર્ક જવા માટે નકલી દાઢી-મૂંછનો સહારો લઇને 81 વર્ષના વૃદ્ધનો ગેટએપ તૈયાર કર્યો હતો, જોકે દિલ્હી એરપોર્ટ પર શંકા જતાં CISFની ટીમે તેને દબોચી લીધો અને પુછપરછ દરમિયાન તે નકલી વિઝા સાથે વિદેશ જવાની ફિરાકમાં હોવાનુ બહાર આવ્યુ હતુ.
81 વર્ષના વૃદ્ધ વ્યક્તિનો ગેટઅપ કરીને ન્યૂયોર્ક જવાની કોશિષ કરી રહેલા 32 વર્ષના એક વ્યક્તિને CISFની ટીમે દિલ્હી એરપોર્ટ પરથી જ દબોચી લીધો. તેણે પોતાના વાળ અને દાઢી-મૂંછોને કલર કરી દીધો હતો. તેણે ઇમિગ્રેશનની આંખોમાં ધૂળ ફેંકીને ક્લિયરન્સ પણ લઇ લીધુ હતું, પરંતુ CISFને શંકા જતાં પકડાઇ ગયો. તે અમદાવાદનો રહેવાસી છે. સીઆઇએસએફે તેને પોલીસના હવાલે કરી દીધો છે.
CISFએ કહ્યું કે પકડાયેલા આરોપીનું નામ જયેશ પટેલ (30 વર્ષ) છે. તેઓ અમદાવાદના રહેવાસી છે. તેઓ 81 વર્ષના વૃદ્ધનો વેશ ધારણ કરીને અમરીક સિંહના નામ પર ન્યૂયોર્ક જઇ રહ્યો હતો. તેણે પોતાને વૃદ્ધ દેખાડવા માટે ઝીરો નંબરના ચશ્મા પણ પહેરી રાખ્યા હતા. તેઓ વ્હીલચેર પર હતા. ટી-3માં ફાઇનલ સુરક્ષા તપાસ માટે જ્યારે સીઆઇએસએફના એસઆઇ રાજવીર સિંહે તેને વ્હિલ ચેર પરથી ઉઠવા માટે કહ્યું તો તેણે ઇન્કાર કરી દીધો. તે આંખ મિલાવીને વાત કરી રહ્યો નહોતો, એવામાં એસઆઇને તેના પર શંકા ગઇ.
SIએ તેનો પાસપોર્ટ જોયો તો તેમાં ડેટ ઓફ બર્થ 1 ફેબ્રુઆરી 1938 હતી. આ હિસાબથી તેઓ 81 વર્ષના થઇ ચૂકયા હતા. એસઆઇ એ તેમને ધ્યાનથી જોયા તો તેની સ્કીન તેની વૃદ્ધ હોવાના પુરાવા આપી રહ્યું નહોતું. શંકા જતા તેમની આકરી પૂછપરચ્છ કરતાં સત્ય ઓકાવ્યું. ત્યારબાદ ખબર પડી કે તેઓ 32 વર્ષના છે અને કોઇ બીજા શખ્સના પાસપોર્ટ પર અમેરિકા જવાની ફિરાકમાં હતા. તેમને દિલ્હી પોલીસના હવાલે કરી દેવાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion