શોધખોળ કરો

World Lion Day-2023: વિશ્વ સિંહ દિવસ પર CM ભૂપેન્દ્ર પટેલે ‘લાયન એન્થમ’ કર્યું લોન્ચ, સાંભળીને રૂવાડા ઉભા થઈ જશે

World Lion Day-2023: આજે વિશ્વ સિંહ દિવસ છે. આ પ્રસંગે  આજે ‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા નિર્મિત ‘લાયન એન્થમ’ તથા ‘સિંહ સૂચના એપ’ લોન્ચ કરવામાં આવી હતી.

World Lion Day-2023: આજે વિશ્વ સિંહ દિવસ છે. આ પ્રસંગે  આજે ‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા નિર્મિત ‘લાયન એન્થમ’ તથા ‘સિંહ સૂચના એપ’ લોન્ચ કરવામાં આવી હતી. આ અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, નેશનલ એન્થમ સાંભળીએ ત્યારે દેશ પ્રત્યે આદર અને ગર્વની લાગણી સહજ ઉભરી આવે. તેવી જ રીતે, વનવિભાગ દ્વારા આ લાયન એન્થમ તૈયાર કરવામાં આવ્યું છે, જે સાંભળીને ગુજરાતની શાન સમા સાવજને લઈને ગૌરવની લાગણી થઈ આવશે. સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવામાં પણ આ એન્થમ મહત્વની બનશે. 

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં વિશ્વ સિંહ દિવસ-૨૦૨૩ની  ઉજવણીમાં સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે સિંહના સંરક્ષણ,સંવર્ધનને પ્રાથમિકતા આપીને લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ તથા પ્રોજેક્ટ્સ અસરકારક અને વ્યાપક બનાવ્યા છે.
આ ઉજવણીમાં બાયસેગના માધ્યમથી સહભાગી થયેલી ૭૪ તાલુકાઓની ૭ હજાર ઉપરાંત શાળાઓ, વન્યપ્રાણી પ્રેમી નાગરિકો, સ્વૈચ્છિક સંગઠનોને રાજ્ય સરકારે સિંહ સંરક્ષણ માટે લીધેલા પગલાઓની વિસ્તૃત વિગતો આપી હતી.

વનમંત્રી મૂળુ બેરા તથા રાજ્યમંત્રી  મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીએ સિંહ અંગેની લાયન એન્થમ ફિલ્મનું લોન્ચિંગ કર્યું હતું. આ ફિલ્મનું નિર્માણ રોહન ત્રિવેદીના દિગ્દર્શનમાં એકતા જન્મય ચોકસીએ કરેલું છે. પાર્થ તાજપરાના શબ્દોને બ્રીજરાજ ગઢવીએ કંઠથી અને નિશિત મહેતાએ સંગીત બદ્ધ કર્યા છે. સિંહના રિયલ ટાઈમ લોકેશન અને તેની મૂવમેન્ટ અંગેની જાણકારી લોકો આપી શકે તે માટે વન વિભાગે તૈયાર કરેલી ‘સિંહ સૂચના વેબ એપ’ નું લોન્ચિંગ તેમજ ડૉ. સક્કિરા બેગમના પુસ્તક ‘ધ કિંગ ઓફ ધ જંગલ - એશિયાટિક લાયન ઓફ ગીર’ તથા અરવિંદ ગોસ્વામીના પુસ્તક ‘હું ગીરનો સાવજ’ નાં વિમોચન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હતા.

લાયન એટ ૨૦૪૭-વિઝન ફોર અમૃતકાળના લક્ષ્ય સાથે લાયન પ્રોજેક્ટ શરૂ થયો છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે આ પ્રોજેક્ટ માટે ૨૯૦૦ કરોડની ફાળવણી વડાપ્રધાનશ્રીએ કરી છે એમ તેમણે ઉમેર્યું હતું. ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સિંહો માટે બ્રીડિંગ સેન્ટર, આઇસોલેશન સેન્ટર, રેડિયોકોલર, ડ્રોનનો ઉપયોગ અને સિંહ સારવાર કેન્દ્રમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવાનું આયોજન આ પ્રોજેક્ટ અંતર્ગત થવાનું છે. વન વિભાગના વણથક પ્રયત્નો અને લોક ભાગીદારીથી સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધી છે. સિંહની વસ્તીમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે અને ૨૦૧૦માં ૪૧૧ સિંહ હતા તે વધીને ૨૦૨૦માં ૬૭૪ થયા છે.

એટલું જ નહિ, સિંહના વિચરણનો વિસ્તાર પણ ગીર ઉપરાંત ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર વિસ્તારો મળીને કુલ ૩૦ હજાર ચોરસ કિલોમીટરનો થયો છે.  ગીરમાં સિંહને મુક્તપણે વિહરતા જોવા સિંહ દર્શન માટે આવનારા પ્રવાસીઓની સંખ્યા ગયા વર્ષે 8 લાખે પહોંચી છે તેની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે,સાસણગીર ખાતેના સફારી પાર્કમાં થઈ રહેલા પ્રવાસીઓના વધારાના ભારણને ઘટાડવા ગીરના પૂર્વ વિસ્તાર એવા ઉના તાલુકાના નાળીયા માંડવી ખાતે નવીન સફારી પાર્ક રાજ્યના બજેટમાં મંજુર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે વ્યાપક લોક સહયોગની અપેક્ષા દર્શાવતા સૌને તે માટે પ્રતિબદ્ધ થવા આહવાન પણ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget