Congress : અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું, આવતીકાલે ભાજપમાં જોડાશે
Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો
Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળવંતસિંહ ગઢવીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ સોમવારે ભાજપમાં જોડાશે.
2022ની વિધાનસભાની ચૂંટણીમાં બળવંતસિંહ ગઢવી વટવા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ તરફ ગુજરાત ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસે ન સ્વીકારતાં રાજીનામું આપ્યું હોવાની વાત કરવામાં આવી રહી છે. ઘનશ્યામભાઇ પણ સોમવારે ભાજપમાં જોડાશે. ચારણ સમાજના અગ્રણીએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા પક્ષ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.
ગુજરાત કોંગ્રેસ OBC સેલના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીએ પણ રાજીનામું આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસ વિચરતી અને વિમુક્ત જાતિ સમિતિના પ્રમુખ જસવંત યોગીએ પણ રાજીનામું આપ્યું હતું. OBC સેલના અન્ય હોદ્દેદારો અને જિલ્લા સમિતિના અંદાજિત 200 લોકોએ રાજીનામા આપ્યા હતા. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ન સ્વીકારતાં રાજીનામું આપ્યું હતું. આવતીકાલે 12 વાગે તમામ લોકો ભાજપમાં જોડાશે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આજે અમદાવાદની બે બેઠકો માટે પ્રભારી નિમવામાં આવ્યા છે. નોંધનિય છે કે, હાલમાં ગુજરાતની 26માંથી 26 બેઠક બીજેપી પાસે છે. એવામાં કોંગ્રેસ પોતાનું પ્રદર્શન સુધારવા વધુ મહેનત કરી રહી છે.
2 બેઠક માટે કોંગ્રેસે તમામ 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા
- ઘાટલોડિયા વિધાનસભાના પ્રભારી તરીકે ભીખુભાઈ દવેની નિમણૂક
- વેજલપુર વિધાનસભાના પ્રભારી તરીકે હિરેન પટેલની નિમણુક
- વટવા વિધાનસભાના પ્રભારી તરીકે શૈલેષ સિંદેની નિમણુક
- એલિસબ્રીજ વિધાનસભાના પ્રભારી તરીકે હેતા પરીખની નિમણૂક
- નારણપુરા વિધાનસભાના પ્રભારી તરીકે દેવર્ષિ શાહની નિમણૂક
- નિકોલ વિધાનસભાના પ્રભારી તરીકે દલસુખ પટેલની નિમણૂક
- નરોડા વિધાનસભાના પ્રભારી તરીકે દિનેશ બ્રહ્મભટ્ટની નિમણૂક
- ઠક્કરબાપા નગર વિધાનસભાના પ્રભારી તરીકે ધીરેન્દ્ર પાંડેયની નિમણૂક
- બાપુનગર વિધાનસભાના પ્રભારી તરીકે ભાનુભાઇ કોઠિયાની નિમણૂક
- અમરાઈવાડી વિધાનસભાના પ્રભારી તરીકે મંગળ સુરજકરની નિમણૂક
- દરિયાપુર વિધાનસભાના પ્રભારી તરીકે અસગર ભાટી ની નિમણૂક
- જમાલપુર વિધાનસભાના પ્રભારી તરીકે જુનેદ શેખની નિમણૂક
- મણિનગર વિધાનસભાના પ્રભારી તરીકે બળદેવ દેસાઈની નિમણૂક
- દાણીલીમડા વિધાનસભાના પ્રભારી તરીકે બિપીન બારોટની નિમણૂક
- સાબરમતી વિધાનસભાના પ્રભારી તરીકે રમણલાલ પટેલની નિમણૂક
- અસારવા વિધાનસભાના પ્રભારી તરીકે પંકજ સોલંકી ની નિમણૂક