શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Corona Update: આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતીઓને શું કરી મહત્વની અપીલ? જાણો
ગુજરાતમાં આજે વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. તબલિગી જમાતને કારણે કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી હ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં આજે વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. તબલિગી જમાતને કારણે કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી હ્યો છે. આજે ગુજરાતમાં 16 નવા કેસ આજે જોવા મળ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ આ જાણકારી આપી છે. આમ ગુજરાતમાં કુલ 144 કેસ ગુજરાતમાં કોરોનાના થયા છે. જ્યારે 2 લોકોને વેન્ટિલેટર પર રાખામાં આવ્યા છે.
અરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, અમે લોકોને અપીલ કરી રહ્યાં છીએ કે જો તમારા વિસ્તારમાંથી કોરોનાના વધારે દર્દી હોય તો તાવ કે શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા કોઈ પણ જાતના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. હોસ્પિટલમાં એડમિટ થવામાં મોડું કરવું તમારા બચવાના ચાન્સને ઓછા કરે છે.
આજે જે 16 નવા કેસ સામે આવ્યા છે તેમાંથી 11 કેસ અમદાવાદમાં મળ્યા છે. આજે જે કેસ મળ્યા છે તેમાંથી મોટા ભાગના કેસ તબલિગી જમાત સાથે જોડાયેલ છે. 2714 લેમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. 144 ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 2531 નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત 39 ટેસ્ટ હજુ પણ પેન્ડિંગ છે.
ગુજરાતમાં જે કેસ નોંધાયા છે એમાંથી 21ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાં, અમદાવાદ 6, સુરત 5, રાજકોટ 3, વડોદરાના 5, ગાંધીનગર 2. ગુજરાતમાં કુલ 144 કેસમાંથી 33 કેસ વિદેશ પ્રવાસના છે, 26 કેસ આંતર રાજ્યના અને 85 વ્યક્તિને લોકલથી ચેપ લાગ્યો છે.
મોરબિમાં 21 પરિવારના 100થી વધારે લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. ગઈકાલે મોરબી અને ભૂજમાં કોરોનાનો એક એક કેસ નોંધાયો હતા. જામનગર બાદ મોરબીમાં પણ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જામનગરમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે સુરત ગ્રામ્ય અડાજણ વિસ્તારમાં પણ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આમ કોરોના હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ગયો છે. આ સાથે ગઈકાલે કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે.
કોરોનાના સંકટ વચ્ચે અમદાવાદમા 70 વર્ષના પુરુષને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. 26 માર્ચના રોજ દર્દીને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. 11 દિવસ સુધી મેડિકલ તપાસનો તબક્કો પૂર્ણ કર્યા બાદ દર્દીને રજા આપવામાં આવી હતી.
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે કુલ પોઝિટિવ કેસની વાત કરીએ તો સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં કેસ આ પ્રમાણે છે. અમદાવાદ - 64, સુરત - 17, રાજકોટ - 10, વડોદરા - 12, ગાંધીનગર - 13, ભાવનગર - 13, કચ્છ - 2, મહેસાણા - 2, ગીરસોમનાથ - 2, પોરબંદર - 3, પંચમહાલ - 1, પાટણ - 2, છોટાઉદેપુર - 1, જામનગર - 1 અને મોરબીમાં 1 કેસ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion