શોધખોળ કરો

કોરોના મુદ્દે અમદાવાદ માટે માઠા સમાચારઃ કેમ વધી અમદાવાદીઓની ચિંતા?

સુરતમાં સ્થિતિ કાબૂમાં આવવા લાગતાં અમદાવાદમાં ફરીથી સૌથી વધુ એક્ટિવ કેસો થઈ ગયા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 3766 એક્ટિવ કેસો છે. જ્યારે સુરતમાં 2985 એક્ટિવ કેસો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના લોકો માટે કોરોનાના લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવતા સુરતમાં કોરોનાની સ્થિતિ વકરી હતી અને સુરત એક્ટિવ કેસોમાં રાજ્યમાં નંબર વન થઈ ગયું હતું. જોકે, સુરતમાં સ્થિતિ કાબૂમાં આવવા લાગતાં અમદાવાદમાં ફરીથી સૌથી વધુ એક્ટિવ કેસો થઈ ગયા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 3766 એક્ટિવ કેસો છે. જ્યારે સુરતમાં 2985 એક્ટિવ કેસો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો 3 હજારને પાર થઈ ગયા છે. જે અગાઉ 3 હજારની અંદર જતા રહ્યા હતા. કોરોનાના નવા કેસો તો વધી રહ્યા નથી, પરંતુ અમદાવાદમાં જે રીતે દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા હતા, તેનું પ્રમાણ ઘટતા કોરોનાના એક્ટિવ કેસો વધવા લાગ્યા છે. બીજી તરફ સુરતમાં ગઈ કાલે એક સાથે 589 લોકોએ કોરોનાને મ્હાત આપતાં એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેના આગલા દિવસે પણ સુરતમાં 549 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1078 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 25 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 54,138 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 71,064 પર પહોંચી છે. રાજ્યમાં ગઈ કાલે રાજકોટ કોર્પોરેશન તથા સુરત કોર્પોરેશનમાં 5-5, સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશન 3, કચ્છ 2, વડોદરા કોર્પોરેશન 2, જુનાગઢ 1,મહેસાણા 1, વડોદરા 1, અન્ય રાજય 1 મળીને કુલ 25 લોકોના મોત થયા છે. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 178, અમદાવાદ કોર્પોરેશનમાં 138, વડોદરા કોર્પોરેશનમાં 98, રાજકોટ કોર્પોરેશનમાં 60, જામનગર કોર્પોરેશનમં 58, પંચમહાલમાં 47, સુરતમાં 44, અમરેલીમાં 35, રાજકોટમાં 35, ગીર સોમનાથમાં 32, ભરૂચમાં 28, કચ્છમાં 25 કેસ નોંધાયા હતા. કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં ગઈ કાલે કુલ 1311 દર્દી સાજા થયા હતા અને 30,985 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9,87,630 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,88,222 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,86,610 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1622 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Embed widget