શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં અમદાવાદ-સુરત જ નહીં, પરંતુ આ જિલ્લાઓએ પણ વધારી છે ચિંતા, જાણો કેટલા છે કોરોનાના એક્ટિવ કેસ?
ગુજરાતમાં વડોદરા, રાજકોટ, ભાવનગર, વલસાડ, મહેસાણા, જૂનાગઢ, જામનગર, ગાંધીનગર, ભરુચ, સુરેન્દ્રનગર અને નવસારીમાં સંક્રમણ વધી રહ્યું છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં હાલ, અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસો સૌથી વધુ છે. જોકે, ગુજરાતમાં હવે અન્ય જિલ્લાઓમાં પણ સંક્રમણ વધી રહ્યું છે અને આ જિલ્લાઓએ પણ લોકોની ચિંતા વધારી છે. આવા જિલ્લાઓમાં કોરોનાના એક્ટિવ કેસો 100ને પાર થઈ ગયા છે.
અમદાવાદ જિલ્લામાં કોરોનાના 3572 એક્ટિવ કેસો છે. જ્યારે સુરતમાં 2448 એક્ટિવ કેસો છે. તેમજ અન્ય જિલ્લાઓની વાત કરીએ તો વડોદરામાં 761, રાજકોટમાં 334, ભાવનગરમાં 223, વલસાડમાં 201, મહેસાણામાં 186, જૂનાગઢમાં 155, જામનગરમાં 143, ગાંધીનગરમાં 185, ભરુચમાં 170, સુરેન્દ્રનગરમાં 113 અને નવસારીમાં 102 એક્ટિવ કેસ છે.
તેની સામે સૌથી ઓછું સંક્રમણ ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં 3, દેવભૂમિ દ્વારકામાં 4, અને પોરબંદરમાં 3 એક્ટિવ કેસ છે. આ સિવાય નર્મદામાં 13, છોટાઉદેપુરમાં 17, અરવલ્લીમાં 20 એક્ટિવ કેસ છે. આ સિવાયના જિલ્લામાં 100થી ઓછા અને 20થી વધુ એક્ટિવ કેસો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion