શોધખોળ કરો
અમદાવાદની શ્રેય હોસ્પિટલની ફાયર સેફ્ટીની મંજૂરી મુદ્દે થયો મોટો ખુલાસો, જાણો કોણ છે વાંકમાં?
સૂત્રોના મતે ફાયર સેફ્ટીનું NOC ચાર મહિના પહેલા એક્સપાયર થઈ ગયું હતું. જોકે, હોસ્પિટલ સંચાલકે ફાયર NOC હોવાનો દાવો એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કર્યો હતો.
![અમદાવાદની શ્રેય હોસ્પિટલની ફાયર સેફ્ટીની મંજૂરી મુદ્દે થયો મોટો ખુલાસો, જાણો કોણ છે વાંકમાં? Covid hospital fire break out : fire safety noc expire before 4 month of shrey hospital અમદાવાદની શ્રેય હોસ્પિટલની ફાયર સેફ્ટીની મંજૂરી મુદ્દે થયો મોટો ખુલાસો, જાણો કોણ છે વાંકમાં?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/06154723/shrey-hospital-noc.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આવેલી હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ત્યારે આ ઘટનામાં હોસ્પિટલની ફાયર સેફ્ટીની NOCને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
સૂત્રા પાસેથી મળી વિગતો પ્રમાણે ફાયર સેફ્ટીનું NOC ચાર મહિના પહેલા એક્સપાયર થઈ ગયું હતું. જોકે, હોસ્પિટલ સંચાલકે ફાયર NOC હોવાનો દાવો એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કર્યો હતો. સૂત્રો પાસેથી એવી પણ વિગતો મળી રહી છે કે, હોસ્પિટલ દ્વારા ફાયર NOC માટે અરજી પણ કરવામાં આવી નથી.
હાલ, આ આખી ઘટનામાં શ્રેય હોસ્પિટલના ચાર ટ્રસ્ટીઓમાંથી એકને પૂછપરછ માટે બોલાવાયા છે. પોલીસ પૂછપરછ પછી વધુ વિગતો સામે આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)