શોધખોળ કરો
CR પાટિલે ભાજપે બાજુ પર મૂકેલા ક્યા નેતાઓની મુલાકાત લઈ આશ્ચર્ય સર્જ્યું ? ક્યા પાટીદાર ‘દાદા’ને ગળે મળી આશિર્વાદ લીધા ?
પાટીલ ગાંધીનગરમાં કિસાન સંઘના કાર્યાલય બલરામ ભવન પહોંચી ગયા હતા અને ભવનમાં હાજર કિસાન સંઘના વરિષ્ઠ નેતા તથા ‘જીવણદાદા’ તરીકે જાણીતા જીવણભાઇ પટેલ તથા અન્ય નેતાઓને ભેટ્યા હતા.
અમદાવાદઃ ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુરૂવારે કિસાન સંઘની ઓફિસે જઈને આશ્ચર્ય સર્જ્યું હતું. પાટીલ ગાંધીનગરમાં કિસાન સંઘના કાર્યાલય બલરામ ભવન પહોંચી ગયા હતા અને ભવનમાં હાજર કિસાન સંઘના વરિષ્ઠ નેતા તથા ‘જીવણદાદા’ તરીકે જાણીતા જીવણભાઇ પટેલ તથા અન્ય નેતાઓને ભેટ્યા હતા. પાટીલે ‘જીવણદાદા’ સહિતના કિસાન સંઘના નેતાઓના આશીર્વાદ પણ લીધા હતા. જીવણભાઈ પટેલ ઉત્તર ગુજરાતના ખેડૂતો પર સારી પકડ ધરાવે છે. ‘જીવણદાદા’ને સૌ માન આપે છે એ જોતાં પાટીલે ઉત્તર ગુજરાતમાં લોકો સુધી પહોંચવા આ પગલું ભર્યાનું મનાય છે.
ગુજરાતમાં ભાજપ સરકારે કિસાન સંઘને બાજુ પર મૂકી દીધો છે ત્યારે પાટીલની બલરામ ભવનની આ મુલાકાતથી આશ્ચર્ય સર્જાયું છે. કિસાન સંઘના નેતાઓ સાથેની સી.આર.પાટીલની મુલાકાતથી ભાજપમાં પાટીલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની લાઈન પર આગળ વધી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે. પાટીલને કિસાન સંઘની મુલાકાત લેવાનું પક્ષના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ સૂચવ્યું હોવાનું મનાય છે. ગોરધન ઝડફિયા પોચે અગાઉ ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી પણ રહી ચૂક્યા છે.
કિસાનોનાં આંદોલન કે કિસાનોને સમજાવવાના હોય ત્યારે જ રાજ્ય સરકાર કિસાન સંઘને યાદ કરે છે ત્યારે પાટીલે આ મુલાકાતથી ઘણાં બધાં લોકોને આંચકો આપ્યો છે. ભાજપનાં સૂત્રોના મતે, આ બાબત સીધો સંકેત આપે છે કે પાટીલ સંઘ, તેની ભગિની સંસ્થાઓ અને ખાસ તો ખેડૂતો માટે કામ કરતી સંસ્થાઓને સારું એવું મહત્ત્વ આપી રહ્યા છે. આ રીતે તેઓ ભાજપના અન્ય નેતાઓ કરતાં વધુ ઝડપથી ભાજપની અને સંઘની કેડર્સમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, સી.આર.પાટીલ, કૃષિમંત્રી આર સી ફળદુ, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ ગુજરાતના કિસાન મોરચાના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી રાજ્ય સરકારની કિસાન સહાય યોજના અંગે ચર્ચા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement